વિશ્વ સ્તનપાન સપ્તાહ ૧થી ૭ ઓગષ્ટ દરમિયાન કરાશે ઉજવણી

સ્તનપાનથી બાળકના વિકાસ સાથે કોરોના સામે લડવાની એન્ટીબોડી ઉત્પન્ન થાય છે : તબીબો

ભુજ ઃ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોએ પહેલી ઓગષ્ટથી સાતમી ઓગષ્ટ દરમિયાન ઉજવાતા વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે જણાવ્યુ હતું કે, શિશુના બહેતર વિકાસ માટે જરૂરી પોષણ જ નહીં પણ રોગ સામે સૂરક્ષા કવચ પ્રાપ્ત થાય છે. એટ્‌લે જ નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે.
કોવિડ-૧૯ વાઇરસ, શિશુઓને સંક્રમિત નથી કરી શક્યું પણ શિશુઓને કોરોના સામે રક્ષણ આપવું જરૂરી છે. જે સ્તનપાનથી મળે છે. માતાનું દૂધ બાળકોમાં વાયરસથી બચવા એન્ટીબોડી બનાવે છે. સાથે બીજા રોગથી પણ બચાવે છે. કેટલીક વાર માતા કોરોનાથી સંક્મિત હોય તો સ્તનપાન ન કરાવાય એવી ભ્રમણા હોય છે. પણ સ્તનપાન કરાવું જાેઈએ.તો જ શિશુ સંકમિત નથી થતું. મા ના દૂધમાં કોરોના વાઇરસ નથી હોતા. સંકમિત માતા કોરોનાના નિયમનું પાલન કરી સ્તનપાન કરાવી શકે છે. એમ બાળરોગ નિષ્ણાંત અને પ્રો. ડો. રેખાબેન થડાનીએ જણાવ્યુ હતુંમ
સ્તનપાન માત્ર બાળક માટે જ ફાયદાકારક નથી પણ માતા માટે એટલું જ ઉપયોગી છે. ખાસ કરીને કોરોનાકાળમાં મહત્વ વધી જાય છે. માતા કોરોના પોઝિટિવ હોય અને સ્તનપાન નથી કરાવતી. તો બ્રેસ્ટમાં ઇન્ફેકશન થઈ શકે છે. જે કોરોના માટે વધુ ખતરનાક બનાવી શકે છે. એટ્‌લે જ કોરોના પોઝિટિવ હોય તો પણ સ્તનપાન કરાવવું જાેઈએ. સામાન્ય પરિસ્થિતીમાં પણ સ્તનપાનથી માતા અને બાળકને ફાયદો થાય છે. બાળકને પોષણ તો મળે છે. પણ માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક જાેડાણ પણ થાય છે. જાે બાળકને સુરક્ષા મળે છે. તો બીજી તરફ માતાના શરીરમાં હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. જે માતામાં સ્તન કેન્સર, ઓવેરિયન કેન્સરઅને ઓસ્ટીયોપોરોસિસનો (હાડકાં પોલા થવા) ખતરો ઓછો થાય છે. બાળ વિભાગના રેસિ. ડો. કરણ પટેલના જણાવ્યા અનુસાર માતાના ધાવણમાં શરૂઆતમાં પીળા કલરનું દૂધ આવે છે જેને ક્લોસ્ટમ કહેવાય છે. જે બાળકને અવશ્ય આપવું જાેઈએ. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને ૬ મહિના સુધી બાળકને માત્ર અને માત્ર માતાનું દૂધ જ આપવું જાેઈએ.