વિશ્વ નવા તોફાનના આરે : ઈરાન સાથેની ઐતિહાસીક પરમાણુ ડીલથી યુએસ દુર

ફ્રાન્સ-બ્રીટન-જર્મની નિરાશ

 

વોશ્ગિંટન : અંતે અમેરિકાએ ઇરાન સાથેની પરમાણુ ડીલમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઇરાન સાથેની ઐતિહાસીક પરમાણુ સમજૂતી તોડવાનું એલાન કરી દીધુ.
ઇરાનને પણ તાત્કાલીક પ્રતિક્રિયા આપતા ચેતવણી આપી કે જો સમજૂતી નિષ્ફળ બની તો તે પહેલા કરતા મોટી માત્રામાં યુરેનિયમનો જથ્થો એકત્ર કરશે. તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ એન્ટેનિયો ગુટેરસે પરમાણુ સમજૂતી સાથે જોડાયેલા તમામ દેશોને અપીલ કરી છે કે તેઓ આ ડીલની સાથે જોડાયેલા રહે.
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તેમના તે વાત સ્પષ્ટ છે કે આપણે ઇરાનના પરમાણુ બોમ્બને રોકી શકીએ નહીં. ઇરાન સમજૂતી મૂળી રીતે દોષપૂર્ણ છે. જેથી ઇરાન પરમાણુ સમજૂતીથી અમેરિકાના હટી જવાનું એલાન કરુ છું. તેના અમુક સમય બાદ ટ્રમ્પે ઇરાનની વિરૂદ્ધ નવા પ્રતિબંધોવાળા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા અને સાથે ચેતવણી આપી કે જે પણ ઇરાનની મદદ કરશે તેને પણ પ્રતિબંધોનો સામનો કરવો પડશે.