વિશ્વ તબીબી દિવસ નિમિત્તે ધરતીપુત્રો દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન કરાયું

મુંદરા : તાલુકાના જુદા-જુદા ગામોના ખેતી અને બાગાયતી પાકના જાણકાર અને કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર સાથે જાેડાયેલા ખેડૂતોએ વિશ્વ તબીબ દિવસ નિમિતે કોરોના વોરીયર્સનું સન્માન કર્યું હતું.
કોરોનાની બીજી લહેરને કારણે ઉભી થયેલ ક૫રી ૫રિસ્થિતીમાં હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓએ જે સાહસ દાખવી લડત આપેલ તેને બિરદાવવા કેકેપીસી સાથે જાેડાયેલ ઘરતીપુત્રોએ તેમની ખારેકની સીઝનનો ઉત્તમ પાક અદાણી હોસ્પિટલ મુંદરાના ૧૦૦ કર્મચારી અને જી.કે. જનરલ હોસ્પિટલ ભુજના ૪૦૦ જેટલા કર્મચારીઓને આપી આ કોરોના વોરીયર્સનો સન્માન કર્યું હતું. કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫નીના ડાયરેકટર વિરમભાઇ સાખરાએ તમામ કોરોના વોરીયર્સની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, તમામ ઘરતીપુત્રો હોસ્પિટલની અભૂતપૂર્વ કામગીરીને સલામ કરે છે. અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે તમામડોકટરો, નર્સ્િંાગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી સહિતના સ્ટાફનો અભિવાદન કર્યું હતું તેમજ કોરોનાની ત્રીજી લહેરને રોકવા કટ્ટીબદ્ધતા દર્શાવી હતી.
આ કાર્યક્રમમાં કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કં૫નીના ડાયરેકટરો વિરમભાઇ સાખરા, હરિભાઈ રવિયા, નારાણભાઇ સેડા, અદાણી હોસ્પિટલના ઇન્ચાર્જ ડો.વત્સલ પંડ્યા, જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણી, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. શાર્દુલ ચોરસીયા, મેડિકલ એડમીન હેડ ડો. કૃપાલી કોઠારી, અદાણીના કોર્પોરેટ અફેર્સ વિભાગના હેડ સૌરભભાઈ શાહ, અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહ, એસએલડી વિભાગના હેડ માવજીભાઇ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના વોરીયર્સની કામગીરીને બિરદાવી હતી.