વિશ્વને સ્વાદ આપવા સતત મથામણ કરનારા મીઠા ઉધોગના કામદારોને સુવિધા આપવામાં કોઇ પાછી પાની નહી : વાસણભાઇ

જોગણીનાળ ખાતે રૂા.૧૩ કરોડના રસ્તાના પેકેજનું ખાતમૂહૂર્ત કરતાં રાજયમંત્રી

 

અંજાર : વિશ્વનું ૭૦ ટકા મીઠાનું ઉત્પાદન ભારતમાં અને તેમાંયે ૭૦ ટકા ગુજરાતમાં અને કચ્છડો બારેમાસ પણ નમક પેદાશમાં ૭૦ ટકા સાથે શિરમોર ત્યારે વિશ્વને સ્વાદ આપવા સતત મથામણ કરનારા મીઠા ઉધોગના અગર, કામદારોને સુવિધા આપવામાં કોઇ પાછી પાની નહીં તેવો રણટંકાર કરતાં રાજયમંત્રી વાસણભાઇ આહિરે જોેગણીનાળ (સંઘડ) ખાતે રૂ.૨૦ કરોડના જુદા જુદા તુણા, ચોખંડા તથા અન્ય રસ્તાઓ પૈકી રૂ.૧૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રથમ તબકકાના રસ્તાના કામોના પેકેજનું શાસ્ત્રોકતવિધિએ ભૂમિપૂજન કર્યુ હતું. આ તકે તેમણે અંજાર વિસ્તારની દક્ષિણપટ્ટીએ તેમને પાંચમી વખત સત્તારૂઢ કરવામાં જે ઋણ ચડાવ્યું છે તેનો જાહેર ઋણ સ્વીકાર કરતાં સમસ્ત દક્ષિણપટ્ટીના પ્રજાજનો, અગરદારોનું જાહેર અભિવાદન હર્ષભેર માથે ચડાવ્યું હતું.
શ્રી આહિરે ગત ગર્મમાં રૂ.૨૭૦૦/- કરોડના વિક્રમી વિકાસકામો કર્યા છે અને આગામી સમયમાં વધુને વધુ વિકાસ વેગ જાળવી રાખવાનો કોલ આપતાં મીઠાના અગર વિસ્તારમાં કામદારોના સંતાનોને શૈક્ષણિક સુવિધા અર્થે ૩ હોસ્ટેલો, ૩૦ વર્ષનો લીઝ રીન્યુઅલનો રાજય સરકારનો નિર્ણય, પીવાના પાણીની સુવિધાઓ, તથા અગરીયાઓ કામદારો માટે કામદાર વસાહતોનો આછેરો ઉલ્લેખ કરતાં અગરીયાઓ, મીઠા ઉધોગના શ્રમજીવીઓને વધુને વધુ ભણતર પરત્વે ધ્યાન
આપવા તેમના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પારસમણી એવા શિક્ષણની મહતા સમજાવી હતી. તેમના વકતવ્યના સમાપનમાં તેમણે તેમના વિભાગ દ્વારા ઓબીસી માટે ઉચ્ચાભ્યાસ, વિદેશમાં ભણતર સુવિધા માટે લાખેણી ધિરાણ, સહાયની વિગતે વાત કરતાં સર્વ ભવન્તુઃ સુખીન સર્વે સન્તું નિરામયાનો ભારત માતાના જય જયકાર વચ્ચે જયધોષ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા અંજાર તાલુકા ભાજપા દ્વારા નવનિર્વાચિત સરપંચોનું શાલ ઓઢાડી, ખભો થાબડી અદકેરું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ નવીનભાઇ ઝરુ, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ હરીભાઇ જાંટીયા, તાલુકા ભાજપા પ્રમુખ શંભુભાઇ ઝરુ, ઈન્ડિયન સોલ્ટ કોમ્યુફેકચર એશોશિએશનના સામજીભાઇ નીલકંઠે પ્રાસંગીકમાં રાજય સરકારની સંવેદનશીલતા, રાજયમંત્રી વાસણભાઇની મીઠા ઉધોગ કામદારો પરત્વેની લાગણીઓને બિરદાવતાં છેવાડેના જણ સુધી વિકાસના મીઠાં ફળ પહોંચાડવા માટે ખાસ ઓશિંગણ થયા હતા.
પ્રારંભમાં પ્રસંગ પરિચય, મંત્રીશ્રી મહાનુભાવોનું શાલ, પુષ્પે સ્વાગત કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેકચર એશોસિએશનના બચુભાઇ આહિર, સામજીભાઇ કાનગડ, સામજીભાઇ સરપંચ તથા અગરદાર પેથાભાઇ અને ગ્રામ અગ્રણીઓએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા ભાજપાના મહામંત્રી કાના શેઠ અને આભારદર્શન યુવા અગ્રણી ગગુભાઇ સિંઘવે કર્યુ હતું. આ પ્રસંગે અંજાર એપીએમસીના ડાયરેકટર વેલાભાઇ ઝરુ, તા.પં.સભ્ય બબાભાઇ બાલાસરા, ગોવિંદભાઇ ડાંગર, નુરમામદભાઇ ગાધ, રામપર સરપંચ નારણભાઇ ડાંગર, દેવળીયા સરપંચ વિનોદ ચૌહાણ, કુંભારીયા સરપંચ લાલજી આહિર, બીટાવલાડીયા સરપંચ શંભુલાલ વીરડા, ચાંદરોડા સરપંચ મંગુભાઇ બકોત્રા, નંદગામ સરપંચ લક્ષ્મણભાઇ તેજા, પૂર્વ સરપંચ સામજીભાઇ, વરિષ્ઠ અગ્રણી નારાણભાઇ ચૈયા, રાધુભાઇ રૂડાભાઇ,
ગોપાલભાઇ ઝેરુ, વાસણભાઇ ચૈયા, માંડણભાઇ ચૈયા, ભીમાભાઇ માંડણ અગ્રણી, રણછોડભાઇ આગેવાન, ભરતભાઇ મીઠાવાલા, શૈલેષ સથવારા, ટીડઓ શ્રી ચાવડા, માર્ગ મકાન (પં)ના નાકાઇ શ્રી મિશ્રા, પૂર્વ એસ.ઓ. મ્યાત્રા, સમાજ કલ્યાણ અધિકારી શ્રી અગારા, માહિતી વિભાગના દિલીપસિંહ રાઠોડ, સંઘડ તથા આસપાસના ગામોના ભાઇ-બહેનો, જોગણીનાળધામના સેવકજનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહયા હતા. આ પહેલાં રાજયમંત્રી વાસણભાઇ આહિરે માં જોગણી મૈયાને માણું ટેકવતા માં ના પૂજા અર્ચન કર્યા હતા તથા બજરંગ મંદિરે જઇ પૂજાવિધિ
કરી હતી.