વિશ્વએકતા માટે યોગ શ્રેષ્ઠ માધ્યમ : પીએમ

ઉત્તરાખંડ યોગનું છે કેન્દ્ર : દહેરાદુનમાં ભારતીય વડાપ્રધાન મોદીએ વિશ્વ યોગ દિનની કરી ઉજવણી :દેશજોગ આપ્યો સંદેશ

 

દહેરાદુનમાં ૫૫૦૦૦ લોકો સાથે યોગ કરી મોદી બોલ્યા… યોગ સમાજ – વિશ્વને જોડવાનું કામ કરે છે : દેશ – વિદેશમાં યોગ દિવસની રંગેચંગે ઉજવણી : કોટામાં બાબાએ અઢી લાખ લોકો સાથે કર્યા યોગ : ભારત – તિબેટ સીમા પોલીસના જવાનોએ ૧૮૦૦૦ ફુટ ઉંચે લડાખમાં કર્યા સૂર્યનમસ્કાર : તમામ રાજ્યોમાં ભવ્ય ઉજવણી

 

નવી દિલ્હી : પીએમ મોદીએ ચોથા આંતરરાષ્ટ્રીય યોગા દીવસ પર ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનમાં પ૦ હજાર સ્વયં સેવકો સાથે યોગ કર્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ કે, આજે વિશ્વનો દરેક નાગરીક યોગને પોતાનો માનવા લાગ્યો છે. ભારતીયો તેમને મોટો સંદેશ આપ્યો છે. જો આપણે આ ધરોહર ગર્વ કરવાની શરૂઆત કરી દઈએ તો વિશ્વ પાછળ રહી જશે. પએમ મોદીએ કહ્યુ કે જે ભારત પોતાની જાતને યોગ સાથે જોડયું તો સમગ્ર દુનીયામાં યોગ કરનારા લોકોની સંખ્યા જાણવાની કોશીષ કરવામા આવે તો તેની સંખ્યા ખુબજ મોટી છે.
પીએમ મોદીએ કહ્યુ કે વિશ્વમાં અનેક તાકાતો એકબીજાને વિભાજીત કરી રહી છે. જયારે યોગ તમામને એકજુથ કરે છે. આ તમામ લોકોને શાંતી પ્રદાન કરે છે. શત્રુતા વધારવાના બદલે યોગ આપણને એકબીજા સાથે જોડે છે. પીએમ મોદીએ દુનીયાભરના લોકોને યોગ દીવસની શુભેચ્છા આપી તી. અને કહ્યુ હતુ કે, ભારતીયો માટે આ ગૌરવની બાબત છે. આજે જયા જયા સુર્યની કિરણ પહોંચી છે ત્યા ત્યા તેનું યોગ દ્વારા સ્વાગત કરવામા આવી રહ્યુ છે. દેહરાદુનથી લઈને ડબલીન સુધી શંઘાથી લઈને શિકાગો સુધી જાકાર્તાથી લઈને જહોનીસબર્ગ સુધી યોજ યોગ છે. તેમણે કહ્યુ કે, યોગ વ્યકિત પરીવાર સમાજ દેશ અને વિશ્વને જોડવાનું કામ કરે છે. પીએમ મોદીએ કહ્યુ કે સમાજની સમસ્યાનું સમાધાન પણ યોગ જ છે. યોગ વ્યકીતગ અને સામાજીક સમસ્યાનો સંપુર્ણ ઉકેલ છે. યોગા સ્વાસ્થય સાથે જોડાયેલા આંદોલનમાથી એક છે. શાંતી, રચનાત્મક જીવનનો માર્ગ યોગ છે. આનાથી માનસીક તાણ અને ચિંતાને હરાવવાની શકિત મળે છે.
ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર દુનિયામાં અલગ-અલગ જગ્યાઓ પર લોકો યોગ કરતા જોવા મળી રહ્યાં છે. યોગ દિવસની ઉજવણીને લઇને દેશના જવાનોએ પણ યોગ કરીને કરી છે.