વિશા ઓશવાળ જૈન ગુર્જર જ્ઞાતિ ભુજની કારોબારી અને હોદ્દેદારોની કરાઈ વરણી

ભુજ : વિશા ઓશવાળ જૈન ગુર્જર જ્ઞાતિ ભુજની કારોબારી અને હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. શહેરમાં વિશાળ ઓશવાળ જૈન ગુર્જર સમાજની નવી કારોબારી માટે ચૂંટણી યોજાઈ હતી. જ્ઞાતિના બંધારણ મુજબ આ ચૂંટણીમાં જે પ્રમુખ પદે વરનારને આપોઆપ સાત સંઘનું અધ્યક્ષ પદ મળ્યું હતું. મોટી વસ્તી ધરાવતા વિશા ઓશવાળ જૈન ગુર્જર સમાજના પ્રમુખ પદે ભુજના પૂર્વ ધારાસભ્ય અને જીએમડીસીના પૂર્વ ચેરમેન મુકેશભાઈ ઝવેરીની સતત બે ટર્મથી વરણી થઈ હતી. આ વખતે તેમણે ચૂંટણીમાં ઝુકાવ્યું ન હતું. ૩ વર્ષની મુદ્દત માટે રચાનાર નવી કારોબારી માટે એક બાજુ યુવાનો હતા હતા, તો બીજી બાજુ પીઢ આગેવાનો હતા, જેમાં યુવાનોના ગ્રુપમાં સ્મિત ઝવેરી અને પીઢ જૂથમાં રમેશચંદ્ર શાહની આગેવાની હેઠળ પેનલ બનાવાઈ હતી. ૯ સભ્યોની કારોબારી સાથેની ચૂંટણી રસાકસ ભરી બની હતી. ચૂંટણી અધિકારી દીપ વોરાની આગેવાની હેઠળ યોજાઈ હતી, જેમાં યુવાનોના ગ્રુપમાં સ્મિત હસમુખભાઈ ઝેરીની પેનલ વિજેતા બનતા તેમની પ્રમુખ પદે નિમણૂંક કરાઈ હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે હિરેન અશ્વિન શાહ, મંત્રી નિરજ કિરણકુમાર શાહ, સહમંત્રી વિરાજ દિલીપ શાહ, ટ્રસ્ટીઓ તરીકે ચેતનકુમાર રવિલાલ શાહ, મલય અભય શાહ, સૂર્યકાંત જવેરીલાલ શાહ, દિપક રવિલાલ શાહની વરણી કરવામાં આવી છે તેવું જ્ઞાતિના નવનિયુક્ત પ્રમુખની યાદીમાં જણાવાયું હતું.