વિપક્ષને ફટકો : મહાભીયોગનો ફલોપ શો

ટેકનીકલ કારણોસર ઉપરાષ્ટ્રપતિએ પ્રસ્તાવ કર્યો અમાન્ય

ચીફ જસ્ટીશ પરના તમામ આરોપો ફગાવી દેવાયા : પુરાવાનો અભાવ હોવાથી આરોપોને ગણાવાયા નિરાધાર : નિર્ણયને સુપ્રીમમાં પડકારી શકે છે કોંગ્રેસ

 

નવી દિલ્હી : દેશના ચીફ જસ્ટીશ ઓફ ઈન્ડીયા દીપક મિશ્રાની સામે કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીયપક્ષો દ્વારા રજુ કરવામા અવેલા મહાભિયોગ પ્રસ્તાવને આજ રોજ ઉપરાષ્ટ્રપતીએ ફગાવી દીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કોંગ્રેસ સહીત અન્ય સાત જેટલી વિવિધ રાજકીયપાર્ટીઓ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતના સીજેઆઈની સામે મહાભિયોગ પ્રસ્તાવ પેશ કર્યો હતો.આજ રોજ ઉપરાષ્ટ્રપતી દ્વારા આ મહાભિયોગ પ્રસ્તાવને રદ કરવામા આવ્યો છે.
ટેકનીકલ કારણોસર આજ રોજ આ મહાભિયોગ પ્રસ્તાવ રદ કરાયો છે. જેમાં કોંગ્રેસ સહીત સાત પૂર્વ સાંસદોએ પણ સહી કરતા પ્રસ્તાવ ફગાવાયો છે.નોધનીય છે કે, અવિશ્વાસ પ્રસ્તાવની રજુઆતમાં કોંગ્રેસ સહીતની પાર્ટીઓએ કહ્યુ હતુ કે, જયા સુધી મુખ્ય ન્યાયાધીશ પોતાની સામેના હોદાના દુરપયોગના આરોપમાથી બહાર ન આવે ત્યા સુધી તેમણે ન્યાયીક અને વહીવટી કાર્યોથી અળગા રહેવુ જોઈએ તેવી માગો કરી હતી. જેને આજ ઉપરાષ્ટ્રપતીએ ફગાવી દીધો હોવાનુ માલુમ પડી રહ્યુ છે.રાજયસભાના ચેરમેન વૈકેયાનાયડુએ વિપક્ષના મહાયિોગનો પ્રસ્તાવ ફગાવ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય સાત વિપક્ષી પાર્ટીએ ઉપરાષ્ટ્રપતી નાયડુને સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીશ દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. કાયદાકીય નિષ્ણાતોની સલાહ બાદ ઉપરાષ્ટ્રપતી વૈકેયા નાયડુએ મહત્વનો નિર્ણય લીધો છે. વૈકેયા નાયડુએ મહાભીયોગ અંગે એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલ, કાયદાકીય નિષ્ણાંત સુભાષ કશ્યપ અને પૂર્વ કાયદા સચીવ પી.કે.મલ્હોત્રા સહિતના નિષ્ણાંતો સાથે વિચારવિમર્શ કર્યા હતા.