વિધાનસભા ચૂંટણીની દસ્તક ટાંકણે કચ્છમાં ‘ખાટલા-બેઠકો’નો ધમધમાટ રાજકીય પક્ષો સૂસ્ત

ચોરેને ચોટે ચર્ચાતો એક જ સવાલ : કઈ બેઠક પર કોનો ફાળવાશે ટિકિટ ?

 

પ્રદેશ લેવલે ચાલતી જાડતોડની રાજનીતિની પણ જિલ્લામાં લોકમુખે ચર્ચા : રાજકીય પક્ષો મેદાને ઉતરે તે પૂર્વે કચછીજનોએ જમાવ્યો ચૂંટણીલક્ષી માહોલ : શહેરોની તુલનાએ ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉત્તેજના

 

રાજકીય નેતાઓ ટિકિટની ચિંતામાં જ પડ્યા હોઈ જિલ્લામાં ચૂંટણીલક્ષી માહોલમાં જોવા મળતી નિરાશા : ઉમેદવારો જાહેર થયા બાદ રાજકીય ગરમાવો જામે તેવી શક્યતા

 

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહર થવાની સાથે જ રાજ્યભરમાં ચૂંટણીલક્ષી માહોલ ખડો થઈ ગયો છે. સત્તા પ્રાપ્તિ માટેની જાડતોડની પ્રણાલી આરંભી દેવામાં આવી હોઈ રાજકીય નેતાઓના પણ રાજ્યમાં આંટાફેરા વધી ગયા છે, તો રાજ્યમાં પ્રભુત્વ ધરાવતા સમાજાને પોતા તરફ કરવા માટે જે-તે સમાજના મોભીઓ સાથે પક્ષના મોવડીઓએ બંધ બારણે બેઠકોનો દોર પણ આરંભી દીધો છે તે વચ્ચે છેવાડાના એવા સરહદી કચ્છ જિલ્લામાં હજુ ચૂંટણીલક્ષી વાયરો ફેલાયો ન હોય તેમ રાજકીય પક્ષોમાં ભારે સૂસ્તી જાવા મળી રહી છે. જા કે, લોકોએ સ્વયંભૂ ખાટલા બેઠકો આરંભી દીધી હોઈ ચોરેને ચોટે ચૂંટણીલક્ષી ચર્ચાઓ થતી જાવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ તેમજ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા સમાન બની ગઈ છે. રાજ્યમાં સતત રર વર્ષથી શાસનધુરા સંભાળી રહેલા ભાજપ પક્ષ ૧પ૦+ બેઠકો જીતી ઐતિહાસિક જીત મેળવી ફરી કમળ ખીલવવા રણનીતિ ઘડી કાઢી છે, તો કોંગ્રેસે રર વર્ષના વનવાસમાંથી બહાર આવી ભાજપને તેના જ ગઢમાં પછડાટ આપવા કમર કસી છે ત્યારે ગુજરાત વિધાનસભાની કટોકટી ભરી ચૂંટણી જંગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે, તો બીજી તરફ કચ્છની ૬ વિધાનસભા બેઠકોની ચૂંટણી ન થનારી હોય તેમ ભાજપ – કોંગ્રેસના મોવડીઓની સાથે કાર્યકરો પણ શાંતિ જાળવી બેઠા છે. વિધાનસભા ચૂંટણીએ દરવાજે ટકોરા મારી દીધા હોવા છતાં કચ્છમાં રાજકીય પક્ષો હજુ પણ સૂસ્ત હોઈ લોકોમાં પણ આશ્ચર્ય જાવા મળી રહ્યું છે. જા
કે, લોકશાહીના આ મહાપર્વને ઉજવવા માટે કચ્છીજનોમાં અત્યારથી જ થનગનાટ જાવા મળી રહ્યો છે. કચ્છની છ વિધાનસભા બેઠકો પરથી કોને ટિકિટ ફાળવાશે, કોનું પત્તું કપાશે તે સહિતની ચર્ચાઓ માટે લોકોએ ખાટલા બેઠકો શરૂ કરી દીધી છે, તો ચોરેને ચોટે પણ લોકમુખે ચૂંટણીલક્ષી ચર્ચા જાવા મળી રહી છે. જા કે, રાજકીય નેતાઓ ટિકિટની ચિંતામાં પડ્યા હોઈ ઉમેદવારો જાહેર થાય તે બાદ જિલ્લામાં ચૂંટણીલક્ષી માહોલ ગરમાવો પકડે તેવી શક્યતા જાવાઈ રહી છે.