વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે ભુજ ખાતે ભગવાન સ્વામીનારાયણ મંદિરમાં શુભાશિષ લીધા

મુકતજીવન સ્વામીનારાયણ મંદિર દરબારગઢ અને નૂતન સ્વામીનારાયણ મંદિરના હરિભકતો ટ્રસ્ટીઓના શુભાશિષ મેળવ્યા

ગુજરાત વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે આજરોજ ભુજ ખાતે ભગવાન સ્વામીનારાયણના ચરણોમાં નતમસ્તકે શુભાશિષ લીધા. આજરોજ ભુજ ખાતે શ્રી મુકતજીવન સ્વામીનારાયણ મંદિર દરબારગઢ અને નૂતન સ્વામીનારાયણ મંદિર વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય હરિચરણોમાં શીશ ઝુકાવી શુભાશિષ મેળવ્યા હતા. નૂતન સ્વામીનારાયણ મંદિરના કોઠારીશ્રી દેવપ્રકાશ સ્વામીએ તેમજ સાંખ્યયોગિનીશ્રી સામબાઇ ફઇએ આ તકે આર્શિવચન પાઠવી ઉતરોતર પ્રગતિની શુભકામનાઓ આપી કચ્છના નારી ગૌરવને વધાવ્યું હતું. આ તકે ડો.નીમાબેનનું ટ્રસ્ટીશ્રી મુળજીભાઇ સીયાણી તેમજ સાંખ્યયોગિની બહેનોએ સન્માન કર્યુ હતું. અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યે હરિકૃપા શિરે ચઢાવી મેડીકલ કોલેજ પૂર્ણ કરવાના સંકલ્પને પુરો કરવા જણાવ્યું હતું તેમજ સંતોમહંતો સાંખ્યયોગિનીના આર્શિવચનોને સ્વીકાર્યા હતા. તેમજ કાયમ હમીસર તળાવ ભરેલું રહે તેવા આશિષ માંગ્યા હતા. શ્રી મુકતજીવન સ્વામીનારાયણ મંદિર દરબારગઢ ખાતે અધ્યક્ષાશ્રીએ શ્રીહરિની આરતીનો લ્હાવો લઇ સંતો ટ્રસ્ટીઓની શુભેચ્છાઓ મેળવી હતી. હરિદર્શનમાં આ તકે ટ્રસ્ટી સર્વશ્રીઓ મુળજીભાઇ સીયાણી, મહંત ધર્મનંદન સ્વામી, ચંદન મહારાજ ઋષિકેશ તેમજ ટ્રસ્ટીમંડળના સભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અગ્રણીશ્રી ગોદાવરીબેન ઠકકર તેમજ હરિભકતો, સાંખ્યયોગિની બહેનો, શ્રીમુકતજીવન સ્વામી નારાયણ મંદિરના ચરણદાસજી સ્વામી, ધર્મવત્સલ સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, ટ્રસ્ટીશ્રી હરિવદન જેસાણી, કીર્તિભાઇ વરસાણી, ટ્રસ્ટીશ્રી જાદવજીભાઇ વેલજીભાઇ વરસાણી, હરિશભાઇ તેમજ હરિભકતો, ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહયા હતા.