વિધાનસભા અધ્યક્ષશ્રીના હસ્તે મેઘપર ખાતે રસ્તાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

0
27
ખેડૂત મજબૂત બનશે તો રાજ્ય મજબૂત બનશે : વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય
ભુજ : મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભુજ તાલુકાના મેઘપર ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત તથા અન્ય બે રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂત મજબૂત બનશે તો રાજ્ય મજબૂત બનશે. ખેતી સિવાય રાજ્યનો વિકાસ શક્ય નથી. દરેક ગામનો સર્વાંગી વિકાસ થાય એ માટે રસ્તાઓનું મહત્વ છે . તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદાના વધારાના નીર કચ્છને મળતા જ અનેક ડેમ અને તળાવ નર્મદા નીરથી ભરવામાં આવશે. જેના કારણે સિંચાઈમાં ખેડૂતોને ફાયદો થશે.
આજના કાર્યક્રમમાં મેઘપર ખાતે રૂ.૧૦૦ લાખના ખર્ચે તૈયાર થનારા લેવા પટેલ સમાજવાડીથી ભુજ- માંડવી રોડને જોડતા રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મેઘપર સ્મશાનઘાટ રોડ અને રબારીવાસના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
 ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી પારુલબેન કારા, તાલુકા પંચાયત અધ્યક્ષશ્રી મંજુલાબેન ભંડેરી, ઉપ સરપંચશ્રી મંજુબેન હાલાઈ, આગેવાન સર્વશ્રીઓ ભીમજીભાઈ જોધાણી, રમેશભાઈ ગઢવી, હરિભાઈ આહીર, ગોવિંદભાઈ હાલાઈ, શિવજીભાઈ કેસરા, વનીતાબેન હાલાઈ, કિશોરભાઈ ખીમાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.