વિધાનસભાની મુન્દ્રા તાલુકાની ગરમી સંભવિત ભાજપમાં ગઢવી તો કોંગ્રેસમાં ક્ષત્રિયની સંભાવના

મુન્દ્રા : ગુજરાતના રાજકારણમાં ગરમીનો ટ્રેમ્પરેચર ઉંચો થઈ રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષની મિટીંગો યોજી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ જે ર૦ વર્ષથી સત્તા બહાર છે તે સત્તા પર આરૂઢ થવા તનતોડ મહેનતમાં લાગી ગયા છે.
સૂત્રો જણાવે છે કે ભાજપ સાથે પટેલ લાંબી મંદહસે નારાજ હોઈ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ક્ષત્રિય-પટેલ મજબૂત દાવેદાર છે. જા કોંગ્રેસ પટેલને ટિકીટ ફાળવે તો અને ક્ષત્રિયને ફાળવે તો ટફ ફાઈટ થવાની સંભાવના વધી જાય છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે મજબૂત લડત આપી હતી. પણ જુથ્થબંધી અને હુસાતુસીમાં કોંગ્રેસને હાર ખમવી પડી હતી.
બીજી બાજુ ભાજપમાં જૈન-ચારણ સમાજમાંથી ઉમેદવાર જંગમાં ઉતારે તેવી માહિતી સાંભળવામાં મળી છે. છેલ્લા ર૦ વર્ષથી આ બેઠક ભાજપે કબજે કરી છે. ત્યારે હવે ભાજપમાંથી ત્રણ ચારણ પોતાનો દાવો મજબૂત કરી રહ્યા છે. જેમાં મહિલા ઉમેદવારનું પક્ષ મજબુત લાગે છે. તો કેટલાક લોકો જણાવે છે કે ભાજપમાં નવ યુવાન અને કૌહી પાટી ધરાવતા ઉમેદવારને ટિકીટ મળે તો મુસ્લીમ સમાજના વોટ ભાજપ તરફ વડે તેમ લાગે છે.
આમ કોંગ્રેસ-ભાજપ અને સંભવિત ‘આપ’ પણ જા ઉમેદવાર ઉતારે તો મતોમાં ગાબળા પડે તેમ લાગે છે. માહિતી મળતા જાણવા મળ્યું છે કે ‘આપ’ પણ અને ‘પટેલ’ ઉમેદવાર ઉતારે તો ત્રિપાંખીય જંગ થોડા અંક્ષે મહત્વની ભૂમિકા નિભાવે તેમ થાય. તો ભાજપ-કોંગ્રેસને થોડો ટેન્શન થઈ જાય. છેલ્લા ર૦ વર્ષથી ભાજપે મુન્દ્રા બેઠક જાળવી રાખી છે. પણ નોટબંધી – જીએસટી જેવા મુદ્દાથી વ્યાપારીઓ નારાજ છે તેની અસર પણ ચૂંટણીમાં જાવા મળશે. હાલ તો ભાજપ-કોંગ્રેસ જીતી શકે તેવા ઉમેદવારને પારખે છે અને યોગ્ય અને નવા ચહેરાને ટિકીટ ફાળે તેવું જાણવા મળે છે.