વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં પ્રજાનો ચુકાદો શિરોમાન્ય : કચ્છ કોંગ્રેસ

કોંગ્રેસને મત આપનાર મતદારોનો મનાયો આભાર

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છની ૬ બેઠકોમાંથી બે બેઠકો કોંગ્રેસે કબજે કરી છે. ભૂતકાળ કરતા કચ્છમાં કોંગ્રેસના મતોમાં વધારો થયો છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, તમામ કોંગ્રેસના ઉમેદવારો સારો દેખાવ કર્યો છે તેમજ કચ્છમાં ભૂતકાળની દ્રષ્ટિએ વર્તમાન ચૂંટણીમાં મતોમાં ખુબ જ વધારો થયો છે, પરંતુ બેઠકોમાં પરિવર્તિત થઈ શકાયું નહીં.
કચ્છના મતદારોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રજાહિતના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ અને ધારાસભ્યો તેમજ ઉમેદવારો સક્રિય ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ આપીએ છીએ. આ ચૂંટણીમાં આવેલ પરિણામોમાં પ્રજાના ચુકાદાને સ્વીકારી શિરોમાન્ય ગણીએ છીએ.