પૂર્વ કચ્છની સૌથી મોટી સરકારી હોસ્પિટલ રામબાગમાં કોરોનાના દર્દીઓથી થયા રૂબરૂ : આરોગ્યતંત્ર-અધિકારી-કર્મચારીઓથી મેળવી વિગતો : સ્થાનિક કોંગી આગેવાનો, આરોગ્ય અધિકારીઓ સહિતના રહ્યા હાજર

ગાંધીધામ : કોરોનાની બીજી લહેર ગુજરાતમાં પણ ઘાતક બની જવા પામી ગઈ હતી અને ઠેર ઠેર આ મહામારીથી થતી લોકોના મૃતકાંક તથા સંક્રમિતોના આંકડાઓ પણ ઐતિહાસીક સપાટીઓ વટાવી ગયા છે તો વળી બીજીતરફ આવા દર્દીઓ, ભોગગ્રસ્તોની વાત સાંભળવાને માટે આજ રાજે કચ્છમાં વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પડાવ નાખ્યો છે.વિપક્ષી નેતાએ તેમના કચ્છ પ્રવાસ-મુલાકાતોના દૌરનો આરંભ પૂર્વ કચ્છથી કર્યો છે. અહી વિવિધ સંસ્થાઓ અને સરકારીતંત્રની લોક ભાગીદારીથી ચાલતા કોવિદ કેરની સવારે રૂબરૂ મુલાકાતો લીધી હતી અને અહી સંસ્થાઓ અને દર્દીઓની લાગણીને સાંભળી હતી. શ્રીધાનાણીએ આજ રોજ ૧ર કલાકે પૂર્વ કચ્છની સૌથી મોટી એવી રામબાગ સરકારી હોસ્પિટલથી પણ રૂબરૂ થયા હતા. અહી તેઓએ ચાલી રહેલી દર્દીઓની સારવાર સેવાઓ બાબતે કોવિદ વોર્ડમાં જઈ અને દર્દીઓને રૂબરૂ મળી તેઓને સાંભળ્યા હતા. મહદઅંશે દર્દીઓ દ્વારા તેમને મળી રહેલી સારવાર સુખદ હોવાની જ પ્રતિક્રીયાઓ અપાઈ હતી તો વળી રામબાગના ઉપસ્થિતી તબીબો અને આરોગ્ય અધિકારીઓ સાથે પણ શ્રી ધાનાણીએ ચર્ચા પરામર્શ કરી અને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યુ હતુ.આજ રોજ તેઓની રામબાગ મુલાકાત વેળાએ કોગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા, ૫ૂર્વ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે.હુંબલ, હાજી જુમ્મા રાયમા, સમીપભાઈ જોષી, સંજયભાઈ ગાંધી, તથા ગાંધીધામ તાલુકાના આરોગ્ય અધિકારી ડો. સુતરીયા સહિતનાઓ સાથે ઉપસ્થીત રહ્યા હતા.

કોવિડ કેરનું માળખું વિખેરશો નહી, જાળવી રાખજો
લીલાશા કુટીયા-ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓને પરેશ ધાનાણીની નમ્ર અરજ…!
ગાંધીધામ : વિધાનસભાના યુવા વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી આજે કચ્છના પ્રવાસે આવ્યા છે. કોરોનાના કપરાકાળમાં કચ્છીમાડુઓની લાગણી-માંગણીને રૂબરૂ સાંભળવા શ્રી ધાનાણીએ આજે તેઓના કચ્છ પ્રવાસનો આરંભ પૂર્વ કચ્છની વિવિધ કોવિદ કેર સેન્ટરોની જાત સમીક્ષાઓથી કર્યો છે. સરકારી હોસ્પિટલ રામબાગ ઉપરાંત લોકભાગીદારીથી ચાલતી સેવાભાવી સંસ્થાઓના કોવીદ કેરની પણ તેઓઅ મુલાકાત લીધી હતી જેમાં લીલાશા કુટીયા આશ્રમ ટ્રસ્ટ સંચાલીત તથા ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ સંચાલિત કોવિદ કેરની આર્શીવાદરૂપ સેવાઓને તેઓએ બિરદાવી હતી અને લીલાશા કુટીયાની મુલાકાત વખતે તેઓએ આવી સંસ્થાઓને અનુભવગત વિનંતી કરતા કહ્યુ હતુ કે, ગુજરાતમાં કોરોનાની પ્રથમ અને બીજી વેવ આવી છે હજુ ત્રીજી અને ચોથી પણ આવી શકે છે. માટે લીલાશા કુટીયા આશ્રમ કોવિદ કેર હેાય કે પછી ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ જેવી સંસ્થાઓએ જે કોઈએ કોવિદના માળખાઓ ઉભા કર્યા છે તેઓ શકય બને તો તેને કાયમી રીતે જાળવે. હાલમાં પીક પર કેસો છે એટલે તેમાં આંશિક ઘટાડો આવી શકે છે તો આ સંસ્થાઓ એમ ન માની લે કે કોરોના જતો રહ્યો છે, તેની ત્રીજી અને ચોથી લહેર પણ આવી શકે તેમ માનીને આ સંસ્થાઓ કોરોના કોવિદ કેર હોસ્પિટલ અને આઈસોલેશન સેન્ટરોની તમામ વ્યવસ્થાઓને યથાવત જ રાખે તો તે ખુબજ આર્શીવાદરૂપ બની રહેશે તેવી વિનંતી શ્રી ધાનાણીએ કરી હતી.

ગાંધીધામની ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ સંચાલિત સેવાભાવી કોવિડ કેરની મુલાકાતે પરેશભાઈ ધાનાણી

વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી આજ રોજ કચ્છ પધાર્યા છે ત્યારે તેઓએ પૂૃવ કચ્છની અલગ અલગ કોવિદ કેર સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લીધી છે. દરમ્યાન જ અહી ઝુલેલાલ ટ્રસ્ટ સંચાલિત કોવિદ હોસ્પિટલની પણ તેઓએ રૂબરૂ જઈ મુલાકાત લીધી હતી. અહી સામાજિક લોકભાગીદારી સાથે ચાલતા કોવિદ કેરની વ્યવસ્થાઓ અને સારવારની માહીતીઓથી તેઓ ખુશ થયા હતા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ વેળાએ તેઓની સાથે વિવિધ આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.