વિદ્યાર્થી હિત માટે એબીવીપી દ્વારા કરાયેલી માંગણી કચ્છ યુનિ.એ સ્વીકારી


ભુજ : એબીવીપી દ્વારા કોલેજના છાત્રોને કનડતા પ્રશ્નો અંગે કચ્છ યુનિવર્સિટીમાં ધારદાર રજૂઆત કરાઈ હતી. જે માંગણીઓ યુનિવર્સિટી દ્વારા સ્વીકારમાં આવી છે. ખાસ તો પરીક્ષાના માધ્યમ, ઈત્તર પ્રવૃત્તિઓની ફી, કેટીના છાત્રોને સેમ.-પમાં પ્રવેશ સહિતના મુદ્દાઓ અંગે વિદ્યાર્થીઓમાં ભારે અસમંજસતા હતી. જેથી યુનિ. દ્વારા આ પ્રશ્નો અંગે સ્પષ્ટીકરણ કરાયું છે. જેમાં રરમી જુલાઈથી શરૂ થતી પરીક્ષા ઓફલાઈન લેવાશે, જેનું ટાઈમ ટેબલ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાશે. કોલેજ કે યુનિ. દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રમત ગમત, સાંસ્કૃતિક, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, ડેવલપમેન્ટની જે ફી લેવામાં આવી છે, તે કેરી ફોરવર્ડ કરવામાં આવશે. રેમેડીયલ પરીક્ષા પરિણામ આવ્યાના એક માસમાં લેવાશે તેવું કુલ સચિવે જણાવ્યું હતું. એબીવીપીના જિલ્લા સંયોજકો અક્ષય ઠક્કર અને વ્રજેશ પાવાગઢીએ જણાવ્યું કે, એબીવીપીની માંગણી સામે યુનિવર્સિટીને ઝુકવુ પડ્યું અને તમામ માંગો સ્વીકારાતા વિદ્યાર્થીઓની જીત થઈ છે.