વિદ્યાર્થીને માર મારનાર પ્રવાસી શિક્ષકને કરાયા ફરજ મોકુફ

ભુજ : રાપરમાં સરકારી મોર્ડન સ્કૂલમાં છાત્રને માર મારનાર શિક્ષકને તંત્ર દ્વારા ફરજ મુકત કરાયા છે. શિક્ષકની ગેરશિસ્તતા મુદ્દે શિક્ષણ તંત્રએ કડક રૂખ અખત્યાર કરીને પગલા લીધા છે.
રાપરની મોર્ડન સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતા મીત આનંદભાઈ પરમારને શાળાના પ્રવાસી શિક્ષક એવા વિરલભાઈએ માર માર્યો હતો. વિદ્યાર્થીના મામા અમૃતલાલ દરજીએ અવારનવાર આચાર્યને રજૂઆત કરવા છતા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. ત્યારે માર મારનાર શિક્ષકને શિક્ષણ તંત્ર દ્વારા ફરજ મોકુફ કરાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસના જણાવ્યા મુજબ શિક્ષણમાં આ પ્રકારની બેદરકારી ચલાવી ન લેવાય માટે તાત્કાલિક અસરથી શિક્ષકને ફરજમાંથી છુટા કરાયા છે.