વિથોણમાં આંકડા લખતો બુકી ઝડપાયો

નખત્રાણા : તાલુકાના વિથોણ ગામે જાહેરમાં વરલી મટકાનો આંક ફેર બોલી જુગાર રમાડતા શખ્સને પોલીસે ધરબોચી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિથોણ ગામે રહેતા સીદીક રમજાન કુભાર જાહેરમાં મુંબઈ મિલીન બજારનો આંક ફેર બોલી જુગાર રમી રમાડતો હોવાનું નખત્રાણા પોલીસ મથકના વરિષ્ટ પીએસઆઈ એલ.પી. બોડાણાને મળેલ બાતમી આધારે મંજલ ઉપથાણાના સહાયક ફોજદાર રામભા ગઢવી તથા પોલીસ કોન્સટેબલ અશોકભાઈ પટેલે છાપો મારી રોકડા રૂપિયા ૬૧૦૦ તથા ર૦૦૦ની કિંમતનો ૧ મોબાઈલ ફોન મળી ૮૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. વિથોણમાં લાંબા સમયથી ચાલતા આંકડાની બદી ઉપર પોલીસે છાપો મારતા અન્ય બુકીઓમાં હડકમ મચી જવા પામી હતી.