વિજય ટંકાર યુવા સંમેલન અંતર્ગત રવિવારે નખત્રાણામાં યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ સભા ગજવશે

નખત્રાણા : વિધાનસભાની અગામી ચૂંટણીના શંખનાદ ફુંકાવાની ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અબડાસા વિધાનસભા સીટનું યુવા ભાજપનો વિજય ટંકાર યુવા સંમેલન નખત્રાણા ખાતે તા. ૮-૧૦-૧૭ સાંજે પ વાગે રામાણી ગ્રાઉન્ડ નખત્રાણામાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિક પટેલની જાહેર સભા યોજાશે.
મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહે તે માટે અત્યારથી પ્રવાસ ગોઠવાયા છે. ભાજપ સંસદ સભ્ય, ધારાસભ્યો, જિ.ભા. પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. દરમ્યાન પાટીદારનો વિસ્તાર અને ભાજપનો ગઢ ગણાતો આ તાલુકામાં ૧૪ના ના.મુ.મંત્રી નીતિનભાઈ પટેલની પણ આજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેર સભા યોજાવાની છે. ગૌરવ યાત્રા અંતર્ગત ત્યારે અબડાસાની સીટ ભાજપ- કોંગ્રેસ પાસેથી આંચકી લેવા આ વિસ્તારમાં એડીચોટીનો જાર લગાડી રહી છે.