વિજયો ભવ : સામખીયાળી સધ્યાગીરી આશ્રમ ખાતે સીએમને અનેરો આવકાર

સંસ્કૃત પાઠશાળાના ૪૦થી વધુ બટુકોએ રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોની ગુજરાત ગૌરવયાત્રાને આપ્યો આવકાર : મુળજીભાઈ આહીર, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ સહીતનાઓેએ મુખ્યપ્રધાનનું કર્યુ સ્વાગત

 

ગાંધીધામ : ગુજરાત ગૌરવ યાત્રાને રાજયભરમાં ઠેર ઠેર ઉમળકાભેર આવકારઆપવામા આવે છે દરમ્યાન જ આજ રોજ રાપરથી ભચાઉ તરફ આગળ ધપી રહેલ વિજય રૂપાણીના કાફલાને સામખીયાળી ખાતેના સંધ્યાગીરી આશ્રમ ખાતે અહીના બટુકો દ્વારા શાસ્ત્રોકત સુત્રોચ્ચાર સાથે અલાયદો આવકાર આપવામા આવ્યો હતો. આ વેળાએ વિજયભાઈ રૂપાણી સહીતના કાફલામાં જાડાયેલા મહાનુભાવોને સ્થાનિક આગેવાન મુળજીભાઈ આહીર, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ સહિતનાઓએ પણ સ્વાગત કરી અને આવકાર આપ્યો હતો.