વિજયભાઈને રાપર હેલીપેડ પર ઉમળકાભેર આવકાર

રાપર : ગુજરાત રાજયના સંવેદનશીલ સીએમ વિજયભઈ રૂપાણી આજે કચ્છના પ્રવાસે છે. સવારે ૯ઃ૩૦ કલાકે રાપર હેલીપેડ ખાતે તેઓને સ્થાનિકના પદાધિકારી-અધિકારીઓ દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાઆવ્યો છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના આવકાર વેળએ સંસદીય સચીવ વાસણભાઈ આહીર, કચ્છ-મોરબી મતવિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા, દેવનાથબાપુ, કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ હાથી, તથા કચ્છ કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલ, પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, પ્રાંત અધિકારી નવલદાન ગઢવી, ઉપરાંત પ્રદીપસિંહ જાડેજા, અંબાવીભાઈ વાવીયા, વીરજીભાઈ મોડ, જયેન્દ્ર ચૌધરી, ઉમેશભાઈ સોની, જયદીપસિંહ જાડેજા, ડોલરરાય ગોર, નરેનદ્રસિંહ જડોજા, દેવજી વાઘજી વાવીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.