સાધારણ બીમારીઓની પણ સારવાર જે વર્ગ માટે કપરી હોય તેઓ કોરોનાની અતિ ખર્ચાળ સારવાર સ્વખર્ચે કરાવી કેવી રીતે શકે? મુખ્યપ્રધાન વિજયભાઈએ લીધેલ નિર્ણયથી હવે ગરીબો પણ કોરોનામાં સારવાર કરાવવાથી પીછેહઠ નહીં કરે : મા વાત્સલ્ય કાર્ડ-આયુષ્યમાન યોજનામાં કારોના બીમારીના સમાવેશનો નીર્ણય સરકારની સમયસુચકતાભરી પહેલ

ગાંધીધામ : કોરાનાની મહામારીએ રાજયવ્યાપી અજગરીભરડો લીધો છે. તવંગરોથી લઈ અને ધનવાનો સુધીનાઓને આ બીમારી પોતાની ઝપટમાં લઈ રહી છે. દીવસાદીવસ સ્થિતી કપરી થવા પામી રહી છે ત્યારે બીજીતરફ ગુજરાતની સાડા છ કરોડની પ્રજાની રખેવાડ સરકારના સુકાની વિજયભાઈ રૂપાણીએ વધુ એક વખત સંવેદનશીલ નિર્ણય લઈ દેખાડયો છે જે રાજયની વિશાળ જનતાના હિતમાં આર્શીવાદરૂપ પુરવાર થવા પામી શકશે.હા, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન યોજનાને લઈને રાજય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામા આવી છે. ગુજરાત સરકાર કોરોનાની સ્થિતીને લઈને ચાલતી સુઓમોટોની સુનાવણી દરમ્યાન સરકાર દ્વારા જવાબ રજુ કરીને સરકારે ઉઠાવેલા કોરોના સામેના કદમોનુ સોગદનામુ રજુ કર્યુ હતુ અને તેમા જણાવ્યુ છે તે અનુસાર મા કાર્ડની મુદતમાં વધારો કરવામા આવ્યો છે. જે મા કાર્ડ ૩૧મી માર્ચે પુરા થઈ ગયા હશે તેની મુદત કોરોનાની સ્થિતીને જોતા જુન ર૦ર૧ કરી દેવામા આવી છે. એટલુ જ નહી પણ મા કાર્ડ તથા આયુષ્યમાન યોજનામાં હવે કોરોનાની બીમારીની સારવારનો પણ સમાવેશ કરી લેવામા આવ્યો છે. આ નિર્ણય હકીકતમાં સમયસરનો અને આવકારદાયક જ કહી શકાય તેમ છે. હાલમા કોરોનાની સારવાર ખુબજ મોંઘીદાટ સાબીત થવા પામી રહી છે. કોરોનાનો સંક્રમણ હાલમાં પરીવારમાં એક સાથે ઘણાને લાગી પણ રહ્યો છે. ત્યારે સામાન્ય અને મધ્યમ પરીવાર પર તો આભ જ તુટી પડયાની સ્થિતી બની જાય તેમ હોય છે. પરંતુ હવે મા કાર્ડમાં કોરોનાની સારવારનો સમાવેશ કરી લેવામા આવતા ગરીબ દર્દીઓ પણ કોરોનાની બીમારીની સારવાર કરાવતા જરા સહેજ પણ ખચકાટ નહી અનુભવે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય દરિદ્રનાયરાણો માટે આર્શીવાદરૂપ અને સંજીવની સમાન જ બની રહેશે તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય.