વિકાસ વિરોધી નીતિથી કોંગ્રેસની માનસીકતા થઈ છતી : પુરૂષોતમ રૂપાલા

કેન્દ્રીય મંત્રીએ ઝરપરા ગામે ગજવી જાહેર સભા : ભાજપે ગામડે-ગામડે વિકાસ પહોંચાડ્યો

કોંગ્રેસ પર વરસાવ્યા ચાબખા : વિકાસના દર્શન કરાવવા કોંગ્રેસીઓ માટે મોતીયાનો કેમ્પ યોજવા કર્યું સૂચન

મુન્દ્રા : ગુજરાતની ભાજપ સરકારે અપનાવેલ વિકાસ નીતિથી ગામડે-ગામડે વિકાસ પહોંચ્યો છે. કચ્છ-ગુજરાતમાં થયેલ વિકાસને સમગ્ર દેશના લોકો નિહાળી રહ્યા છે પરંતુ કોંગ્રેસીઓ વિકાસને મજાક બનાવી રહ્યા છે ત્યારે વિકાસ વિરોધી નીતિથી કોંગ્રેસની માનસીકતા છતી થાય છે તેવું કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું હતું. મુન્દ્રા તાલુકામાં ભાજપના ગઢ સમાન ઝરપરા ગામે આવેલ કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ શહીદ માણશી ગઢવીની પ્રતિમાને પુષ્ણાંજલિ અર્પી દેશની સુરક્ષા માટે આપેલ બલિદાનને યાદ કર્યું હતું. ઝરપરા ગામે યોજાયેલ જાહેર સભામાં મુન્દ્રા તાલુકા ભાજપ વતી કેન્દ્રીય મંત્રીનું કચ્છી પાઘડી, શાલ તેમજ તલવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું કે, ગુજરાતમાં થયેલ વિકાસ દરેક લોકોને દેખાઈ રહ્યો હોવા છતા કોંગ્રેસીઓ વિકાસને સ્વીકારી રહ્યા નથી. ત્યારે કોંગ્રેસીઓ પણ વિકાસને જાઈ શકે તે માટે તેઓ માટે મોતીયાનો કેમ્પ યોજવા પણ સૂચન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના તમામ દેશોમાં સન્માન મળી રહ્યું છે જે ગુજરાતીઓમાટે ગર્વની વાત છે તેમ છતા કોંગ્રેસના લોકો નરેન્દ્રભાઈ મોદી પર પાયા વિહોણા આક્ષેપો કરતા રહેતા હોય છે ત્યારે ૯મીએ કોંગ્રેસને બરાબરનો જવાબ આપવા લોકોને અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, વિશ્વમાં ચીનની દખલગીરી સામે ભારતે લાલ આંખ કરી છે. અગાઉ આંતકીઓને મુહતોડ જવાબ દેવા સેનાના જવાનોને દિલ્હીના આદેશોની રાહ જાવી પડતી પરંતુ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે આતંકીઓના ખાત્મા માટે જવાનોને છુટ આપતા નાપાક તત્વો રીતસરના ફફડી ઉઠ્યા છે.  રાજ્યમાં ભાજપ સરકારે આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં નોંધનીય કાર્ય કર્યું છે. યુપીની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જે ભાજપની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.
આ વેળાએ તારાચંદભાઈ છેડા, કેશુભાઈ પટેલ, કૌશલ્યાબેન માધાપરિયા, છાયાબેન ગઢવી, મનીષાબેન કેસવાણી, જયંતિભાઈ ભાનુશાલી, સામરાભાઈ, વાલજીભાઈ ટાપરિયા, રણજીતસિંહ જાડેજા, ડાયાલાલ આહીર, કીર્તિ ગોર, જયેશ આહીર, વિશ્રામભાઈ ગઢવી, ધર્મેન્દ્ર જેસર, રવા આહીર, ભાવનાબેન બારોટ, રાજેન્દ્રસિંહ જાડેજા, વિરમ ગઢવી, દિગુભા જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, ખીમરાજ ગઢવી, ભુપેન મહેતા, શક્તિસિંહ જાડેજા, ચાંદુભા જાડેજા, વૈભવ ધારક, રાજુ સત્યમ, જીગર છેડા, મજીક તુર્ક, અસ્લમ તુર્ક, ગૌરાંગ ત્રિવેદી, જુવાનસિંહ ભાટી, રાજેન્દ્ર ચોથાણી, ડો. ઝાલા, જયેશ આહીર, પ્રકાશ ઠક્કર, કનૈયા ગઢવી, નયનાબેન મહેશ્વરી, જીતેન્દ્ર ઠક્કર, ખીમજી દનીચા, ભાવેન્દ્રસિંહ જાડેજા, પ્રણવ જાષી, વિજયસિંહ જાડેજા, ખુશ્બુ શર્મા, પ્રજ્ઞાબેન પીઠડિયા, મીલીનીબેન ગોર, પ્રીતિબેન મહેશ્વરી સહિતના ઉપસ્થત રહ્યા હતા. સંચાલન ધર્મેન્દ્ર જેસરે  કર્યું હતું.