વિકાસ કામો પુર્ણ થયે ગ્રામ પંચાયતોની એન.ઓ.સી.ફરજીયાત કરાવો

ગાંધીધામઃ ગ્રામ પંચાયતોમાં તાલુકા, જીલ્લા, સંસદ સભ્ય અને ધારાસભ્ય કે રાજય લેવલે અલગ યોજનાઓમાંથી જે કામો કરવામાં આવે છે, જેમાં સ્કુલો, આંગણવાડીઓ, રોડ રસ્તા, સમાજવાડીઓ, ચેકડેમો, ટાંકાઓ તથા અન્ય કામોમાં કામ પુર્ણ થયા પછી દરેક લાગુ પડતી ગ્રામ પંચાયતની એન.ઓ.સી. મેળવવાની ફરજીયાત કરવામાં આવે અને ત્યારબાદ જ કોન્ટ્રાકટરને કામનું ફાઈનલ બીલ ચુકવવામાં આવે તેવી રજુઆત સતાપર ગ્રામ પંચાયતે કરી છે.
હાલમાં જે કામો વિકાસના કામો થઈ રહ્યા છે એની અંદર સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટર અને રાજકારણીઓની મિલીભગતથી કામો અધુરા થઈ રહ્યા છે અને કામો ગુણવતાયુકત થતા નથી. આથી પંચાયત કામ પુર્ણ થયાનું અને કોઈ વાંધો તકરાર નથી તેનું સર્ટીફીકેટ અથવા દાખલો આપે તેવું ફરજીયાત કરવામાં આવે તો કામો ગુણવતાયુકત થશે અને કામો સમયસર પુર્ણ થશે અને કામો નિતી નિયમો મુજબ થશે જેથી આ બાબતે યોગ્ય હુકમ કરી કચ્છ જીલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો પુર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની એન.ઓ.સી.મેળવવાની ફરજીયાત કરવામાં આવે તેવી રજુઆત આરતીબેન દિનેશભાઈ માતાએ જીલ્લા સ્તરે રજુઆત કરી છે.