વિકાસની ગાથા એટલે ગુજરાત ગૌરવયાત્રા ચિત્રોડની ધીંગીધરા પર સીએમના કાફલાનું અદકેરૂં સ્વાગત

ગાંધીધામ : પહેલી ઓકટોબરના રોજ કરમસદથી શરૂ થયેલી ગુજરાતની ગૌવરયાત્રાને કચ્છમાં સમાપન કરવામા આવી રહ્યુ છે અને ગુજરાતના મુખ્યપ્રધાન સહિત કેન્દ્રીયમંત્રીઓ ઉપરાંતના મહાનુભાવો આજે કચ્છમાં ગુજરાત ગૌવર યાત્રા અંતર્ગત પ્રવાસ ખેડી રહ્યા છે. ત્યારે આજ રોજ સવારે રાપરમાં આ તમામ મહાનુભાવાઓએ જાહેરસભાને સંબોધી અને સામખીયાળી તરફ પ્રસ્થાન કર્યુ હતુ. ત્યારે આજ ચિત્રોડની ધીંગીધરા પર સીએમના કાફલાને અદકેરૂં સ્વાગત કરવામા આવ્યુ હતુ. સીએમની સાથે કેન્દ્રીયમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતાઓ સહિત સંગઠનના મોભીઓ પણ આ ગૌરવયાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાપરથી પ્રસ્થાન થાય બાદ વિજયભાઈ રૂપાણીનો કાફલો ચિત્રોડમાં આવી પહોંચ્યા હતો ત્યા વિજયભાઈ રૂપાણી, હંસરાજભાઈ આહીર, ગોરધન ઝડફીયા ઉપરાંત ભાજપનાકેન્દ્રીય યુવા મોભી અનુરાગ ઠાકુર અને દેવનાથ બાપુ સહિતનાઓને ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો.