વિકાસકાર્યોની રકમ ખર્ચવામાં સાંસદોની ‘કરકસર’ કે પછી ‘આળસ’ઃ ૧૨૦૦૦ કરોડની રકમ વણવપરાયેલી

નવી દિલ્હી : સાંસદનિધિ પર દિલ્હીમાં આજની પ્રસ્તાવિત સમીક્ષા બેઠકમાં આ ધનરાશિને વાપરવા અને તેના ઉપયોગ પર નજર રાખતા અકિલા કામ પર ચર્ચા થશે. સાંસદનિધિની ભારે રકમ વપરાતી નથી તે મુખ્ય મુદ્દો બનશે. તાજા આંકડા પ્રમાણે સાંસદોની આળસના કારણે સામાન્ય લોકોના વિકાસ માટે ખર્ચવાની લગભગ ૧૨૦૦૦ કરોડની કાંતો વપરાઇ નથી અથવા તો ફસાયેલી છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો પોતાની રકમના લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયા વાપરી જ નથી શકયા. તેના લીધે લગભગ ૭૦૦૦ કરોડનો આગલો હપ્તો નથી અપાયો. ધનરાશી વાપરી ન શકનારમાં લગભગ બધા રાજ્યોના સાંસદો શામેલ છે.
જેમાં મોટા નેતાઓના નામ પણ છે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોને વિકાસની સૌથી વધુ જરૂર છે ત્યાં પણ ૧૬૦૦ કરોડ નથી વપરાયા. જેના લીધે સ્પષ્ટ છે કે લોકો વિકાસના લાભથી વંચિત રહી ગયા છે. ગુરૂવારે થનારી બેઠકમાં રાજ્યોના સંબંધીત અધિકારીઓ અને સાથે જ પ્લાનીંગ અને ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલયના અધિકારીઓ પણ શામેલ થશે. સાંસદનિધિ પર રખાશે ડીજીટલ નજર સાંસદનિધિ હેઠળ કરાતા વિકાસકામો પર હવે ટેકનિકલ રીતે નજર અપાશે. સાંસદો જે જગ્યાએ વિકાસકામની ભલામણ કરશે, તેની જીયો ટેગીંગ કરાશે અને મોબાઇલ એપ દ્વારા કામમાં થઇ રહેલ પ્રગતિની જાણકારી મેળવાશે. તે કાર્યોની સ્થિતિની જાણકારી સરકારની સાથે સાથે મતદારોને પણ મળશે. મોબાઇલ એપ દ્વારા ફોટો અને વીડીયો પણ અપલોડ કરાશે.
આનો ઉદ્દેશ્ય કામમાં પારદર્શકતા અને ગુણવત્તા નિશ્ચિત કરવાનો છે.