વિંઝાણ-હાજાપર રોડ પર કાર હડફેટે ભુજનું દંપતિ ઘવાયું

કોઠારા : ભુજથી નલિયા તરફ જઈ રહેલા ભુજના દંપતિને સામેથી આવતી કારે હડફેટે લેતાં ઈજાઓ થતાં ભુજ જી.કે. જનરલમાં દાખલ કરાયા હતા, બંને પક્ષે સમાધાન ન થતાં કોઠારા પો. દફતરે ગુનો નોંધાયો હતો. કોઠારા પો. દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી સલીમ જુસબ સુમરા (રહે સંજોગનનગર) વાળાએ જણાવ્યા અનુસાર તેઓ તા. ર૯-૪-૧૮ના તેઓના પત્ની નસીમબેન સુમરા સાથે મોટર સાઈકલથી વિંઝાણ- હાજાપર માર્ગ પર દરગાહ પાસેથી પસાર થતા હતા, ત્યારે સામેથી આવતી કારના ચાલક હાજી મામદે બાઈકને હડફેટે લેતાં ફરિ તથા સાહેદને ઈજાઓ થવા પામી હતી. કોઠારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.