વિંઝાણમાં થયેલ મારામારી સંદર્ભે ત્રણ શખ્સો સામે નોંધાઈ પ્રતિ ફરિયાદ

નલિયા : અબડાસા તાલુકાના વિંઝાણ ગામે દિવાલ બનાવવા મુદ્દે થયેલ મારામારીમાં આરોપી પક્ષે ફરિયાદી પક્ષના ત્રણ શખ્સો સામે પ્રતિ ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ચેતનભાઈ લાલજીભાઈ ભાનુશાલી (ઉ.વ.ર૯) (રહે. વિંઝાણ તા.અબડાસા)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગત તા.૧૯/૬ના બપોરના ત્રણ વાગ્યે તેઓના મકાનની દિવાલનું કામ ચાલતું હતું ત્યારે આરોપીઓ અશરફ નૂરમહંમદ ખત્રી, ઈમરાન નૂરમહંમદ ખત્રી તથા નૂરમહંમદ ખત્રીએ નડતરરૂપ હોવાનું જણાવી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેઓને ગળદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોઠારા પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અસરફ ખત્રીએ અગાઉ ચેતન ભાનુશાલી સહિતનાઓ સામે પાઈપથી હુમલો કર્યાની ફોજદારી નોંધાવી હતી.