વિંઝાણમાં એલસીબીની રેડ બાદ સફાળી જાગેલી સ્થાનિક પોલીસે ભઠ્ઠી પકડી

નલિયા : અબડાસા તાલુકાના વિંઝાણ ગામની દખણાદી સીમમાં ઘણા લાંબા સમયથી સ્થાનિક પોલીસની રહેમ દૃષ્ટીથી ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે છાપો મારી પપ,પપ૦ના મુદ્દામાલ સાથે સંચાલકને ઝડપી પાડ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વિંઝાણ ગામની સીમમાં એએસઆઈ ચેતનભાઈ પરમારે રાત્રીના ૧રઃ૧પ કલાકે છાપો મારી ર૦ લિટર તૈયાર દેશી દારૂ તથા ૬૦૦ લિટર દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ બનાવવા રાખેલ અખાદ્ય ગોળ ૯પ૦ કિલોગ્રામ કિં.રૂા.૩૮ હજાર તેમજ દારૂની હેરાફેરીના ઉપયોગ માટે રખાયેલ મોટર સાયકલ નંબર જીજે. ૧ર. બીડી. ૦૩૬પ કિં.રૂા.૧પ હજાર એમ કુલ્લ પપ,પપ૦ના મુદ્દામાલ સાથે સહદેવસિંહ ઉર્ફે બબુડો પ્રવિણસિંહ જાડેજા (રહે. વિંઝાણ)ને પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભઠ્ઠી છેલ્લા ઘણા સમયથી પોલીસની અમીકૃપાથી ચાલતી હતી. ગઈકાલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિંઝાણમાં જ છાપો મારી ર૦,પ૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી હતી અને આ ભઠ્ઠી પકડી પાડી હોવાની ચર્ચાઓ લોકોમાં વહેતી થવા પામી છે.