વાયોરમાં શરાબની બોટલ પકડાઈ

નલિયા : અબડાસા તાલુકાના વાયોર પાસેથી પોલીસે શરાબની બોટલ સાથે એક શખ્સને પકડી લીધા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાયરો પાસે આવેલ એબીજી સિમેન્ટ કંપની બહારથી હેડ કોન્સટેબલ લાલજીભાઈ ચૂંઈયાએ મુળ એમપી હાલે વાયોર રહેતા વિજેન્દ્ર લક્ષ્મીનારાયણ ગૌતમ (ઉ.વ.ર૯)ને ઈંગ્લિશ દારૂની બોટલ નંગ ૧ કિં.રૂ. ૩પ૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.