વાગુરામાં બાળા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમ પોલીસના હાથવેંતમાં

પીડબલ્યુડીમાં નોકરી કરતા પ૬ વર્ષિય ઢગાએ ધાર્મિક સ્થાનમાં લઈ જઈ જધન્ય કૃત્ય આચરતા ચકચાર

મુન્દ્રા : તાલુકાના વાગુરા ગામે રહેતી ૧૧ વર્ષિય બાળાને ધાર્મિક સ્થાનમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી રાઉન્ડઅપ કરી લીધો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુન્દ્રા તાલુકાના વાગુરા ગામે રહેતા અને પીડબલ્યુડીમાં નોકરી કરતા નવીનગર રામગર ગુંસાઈ નામના નરાધમે ગામમાં રહેતી ૧૧ વર્ષિય સગીર બાળાને ગત તા.ર૯-૬-૧૮ના સાંજે સાત વાગ્યે તથા તેનાથી અગાઉ બે વખત ગામમાં આવેલ વાણિયા-લોહાણાના માતાજીના મઢમાં લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળાને લઈને જતા ઠગાને જોતા યુવકે નરાધમને તથા ભોગ બનનારની નગ્ન વીડિયો ક્લીપ ઉતારી બાળાના પિતાને આપતા સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યો હતો અને મોડી સાંજે બાળાના પિતાએ મુન્દ્રા પોલીસ મથકે ફોજદારી નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૭૬(ર)(આઈ)(એન), પોકસો કલમ ૪,પ(એલ)(એમ.), ૬,૮ હેઠળ ગુન્હો નોંધી પીઆઈ એમ.એન. ચૌહાણે તપાસ હાથ ધરી હતી. નરાધમ આરોપી સામે ચોતરફથી ફીટકાર વરસવા માંડ્યો છે. તો આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી છે.
ગ્રામજનોમાં ચર્ચાતી વાતો મુજબ નરાધમની ત્રણ પત્નીઓ ચાલી ગઈ હતી અને
વિકૃત માનસ ધરાવતા આ શખ્સે બાળા ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી.