વાગડ સૌથી આગળના સુત્રને કરીશું સાર્થક : પંકજ મહેતા

રાપરમાં ગુજરાત ગૌરવયાત્રામાં રાપરના ધારાસભ્યનો વિશ્વાસ : ગુજરાત ગૌરવયાત્રાનો આપ્યો આવકાર : ખેતી, નર્મદાજળ, ખેડુતોના ઉત્થાન, ગુન્હાઓના ગ્રાફમાં આવેલા ઘટાડા, માળખાગત સુવિધાઓમાં થતા વધારાના કામોની શ્રી મહેતાએ કરી છણાવટ

 

રા૫ર હેલીપેડ પર ધારાસભ્ય પંકજ મહેતાએ સીએમ વિજયભાઈને આપ્યો આવકાર : રાપર શહેરમાં પંકજ મહેતાના નેતૃત્વમાં વિજયભાઈને આવકારવા મોટી સંખ્યામાં રેલીમાં ઉમટ્યો જનસૈલાપ

 

રાપર : ગુજરાતમાં પહેલી ઓકટોબરના રોજ સરદાર પટેલની ભુમીથી ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામા આવેલી ગુજરાત ગૌરવયાત્રા આજથી બે દીવસ કચ્છમાં ફરી વળશે અને અહી તેનું દબદબાભેર સમાપન કરવામા આવશે. કચ્છના પહેરેદાર એવા રાપર તાલુકામાં આજ રોજ ગુજરાત સરકારના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સહિત કેન્દ્રીયપ્રધાનો અને સંગઠન મોભીઓની હાજરીમાં રાપર ખાતે જાહેરસભાનું આયોજન કરવામા આવેલ હતુ.
આ જાહેરસભાના પ્રારંભે રાપરના યુવા ધારાસભ્ય અને સક્રીય લોકસેવક પંજકભાઈ મહેતાએ સૌ મહાનુભાવાઓનું પ્રાસંગીક શાબ્દીક સ્વાગત કર્યુ હતુ. તેઓએ વાગડની ભૂમી શિક્ષણ સહિતના તમામ મારેચો આજથી દોઢ દાયકા પહેલા પછાત હતી પરંતુ ગુજરાતની વિકાસશીલ અને પ્રગતિશીલ સરકારના સૌનો સાથ સૌનો વિકાસના સુત્રથી વાગડમાં પણ પ્રગતીનો ર્સ્પશ અનેકવીધ મોરચે આજે અનુભવાઈ રહ્ય હોવાનુ શ્રી પંકજ મહેતાએ જણાવ્ય હતુ. તેઓએ વધુમાં ગુજરાત ગૌવર યાત્રાના સમારંભમાં બોલતા કહ્યુ હતુ કે, અહી શિક્ષણ, ખેતી, રોજગારી, માળખાગત સુવિધાઓના વિકાસના થયેલા કાર્યોથી વાગડ સૌથી આગળના સુત્રને આગામી દિવસોમાં પણ સાર્થક કરી બતાડવા અહીની જનતા સંકલપબદ્ધ જ હોવાનો ઉદગાર પંકજ મહેતા દ્વારા કરવામા આવ્યો હતો.