વાગડમાં રેતીચોરી મુદ્દે હત્યા થઈ ત્યાં સુધી તંત્ર મૌન તંત્રના ભ્રષ્ટતત્વોની સામે કચ્છમાં કરો લાલઆંખ

રેતીચોરી-ખનીજઉત્ખનન-ઓવરલોડ ધમધમાટ સહિતના ગોરખધંધાઓ આચરાય
અને સ્થાનિક પોલીસ-આરટીઓ- અને રેવેન્યુ તંત્ર અજાણ હોય તે બની જ કેવી રીતે શકે? રેતી-ખનીજ ચોરી માટે મોટા સાધનો-વાહનો-માનવશ્રમની પડે છે જરૂરી

 

અબડાસા, લખપતથી માંડી અને ભુજ-વાગડ સુધીમાં ખનીજચોરો છે બેફામ

 

સ્થાનિક તલાટી, સરપંચ, સર્કલ ઓફીસર, મામલતદાર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ખાણખનીજ વિભાગના સુરવાઇઝર, પોલીસ થાણાના કર્મી-અધીકારીઓ સૌના લેવા જોઈએ લાખોની ખનીજચોરી-રેતીચોરીમાં પુછાણા : હાલમાંજ અંજારના ખીરસરા(હીરાપરા)સમીપે ૪૦ લાખથી વધુની ખનીજચોરીની થઈ છે ફરીયાદ તો આધોઈમાં ઓવરલોડ ખનીજ ભરેલી ટ્રકોની થઈ હતી જપ્તી

 

એકાદ-બે વહીવટીતંત્રના લાપરવાહ અધિકારીને સસ્પેન્ડ નહી કરાય ત્યા સુધી ખનીજ તત્વોને ડામવા બની રહેશે પડકાર : કારણ કે તેમની મીલીભગત અને છત્રછાયાથી જ ધમધમી રહ્યા હોય છે લાખો-કરોડાના ગેરકાયદે ખનીજ ચોરીના કારસ્તાન

 

ગાંધીધામ : કચ્છમાં ખનીજચોરી થયાની ફરીયાદો છાશવારે વકરી રહી છે. હાલમાં પણ અંજાર સમીપે રેતીચોરીની નાની સુની નહી પરંતુ ૪૦ લાખથી વધુની રોયલ્ટી ચોરી કરવામા આવી હોવાની સત્તાવાર ફરીયાદ નોધાઈ છે અને તેના પરથી જ અંદાજ આવી રહ્યો છેકે કચ્છમાં ખનીજ માફીયાઓ કેટલા ફાટીને ફુલેકે ચડેલા છે. આવામા જાણકારોની વાત માનીએ તો હકીકતમાં કચ્છમાં જો ખનીજચોરીને ડામવી જ હોય તો આવી રીતે ઝડપાતી ચોરીની ઘટનાઓમાં સ્થાનિકના વહીવટીતંત્રના એકાદ-બે શખ્સોની સામે લાલઆંખ કરવી જ પડશે. તલાટીથી માંડી અને પ્રાંત અધિકારી સહિતનાઓ આવી રોયલ્ટીચોરીના ધમધમાટને માટે સીધા કે પરોક્ષ રીતે જવાબદાર ઠરી શકે તેમ હોય છે. લાખોની આવી ચોરીના એકાદ-બે કેસમાં હકાલપટ્ટી એટલે કે સસ્પેન્સનની જ કડક કાર્યવાહી કરવી જોઈએ. હાલમાં ફરીયાદ થઈ છે તે સારી વાત છે પરંતુ અહી કહેવાનુ રહ્ય છે ક, જે કાર્યવાહી થઈ છીે અથવા તો પકડાયા છે તે તો માત્ર અને માત્ર પાશેરામાં પુણી સમાન જ કહી શકાય તેટલો જથ્થો છે. ચોરીનો આંક તો આનાથી અનેકઘણો ઉંચો જ હોઈ શકે છે. આ ઉપરાંત જયા સુધી વાત છે રેતીચોરીની તો અંજાર, ભુજ, મુંદરા સહિતના વીસ્તારોમાં ચોરી મોટાપાયે, ખુલ્લેઆમ કરવામા આવી રહી છીે. રેતીચોરી હોય કે ખનીજ ગેરકાયદે ખનન તે કોઈ જ એકલ-દોકલ તત્વો દ્વારા કે પછી એકાદ બે કલાકમાં આટેપી લેવાતુ કામ હોતુ નથી એટલે સ્થાનિકના જવાબદારતંત્રોની ભીલીભગત નકારી શકાય જ નહી. રેતી ખનન માટે વાહનો, માનવશ્રમ સહીતની જરૂરીયાત રહેતી હોય છે એટલે તેનો ધમધમાટ મોટો રહેતો હોય છે અને તેનાથી સ્થાનિક તંત્ર અજાણ ન હોઈ શકે. ખાસ કરીને જે-તે વિસ્તાર-સીમાડાના ગ્રામ પંચાયતના તલાટી, સરપંચોત, લાગુ પડતા પોલીસ થાણા કે મથકના કર્મચારી, અધિકારી, સર્કલ ઓફીસર, મામલતદાર, પ્રાંત અધિકારી સહીતનાઓની આ બાબતે જવાબદારી ફીટ કરવામા આવે તે હવે જરૂરી બની રહ્યુ છે. જે રીતે અંજારમાં ઘટના બને છે તેમાં પણ આ રીતે જ તમામ આ અધિકારીઓના પુછાણા લેવામા આવે અને તેમાથી લાપવરાહી દાખવનારાઓની સામે લાલઆંખ કરતી કડક કાર્યવાહી એકાદ-બે કેસમાં કરવામા આવશે તો પણ મોનીટરીંગ ચુસ્ત બની જશે અને સરકારને તગડી ેરેવેન્યુ રોયલ્ટી પેટે મળતી થઈ જશે.