વાગડમાં બેફામ માટીચોરી : મોરબીનો મુકેશ-રાપરનો રાજુ સુત્રધાર?

પાછલા બે વરસમાં ૧૦ કરોડથી વધુની માટી-રેતીચોરી થયાની ફરીયાદ : સ્થાનિક પ્રસાસનીક અધિકારીઓ મહેનત કશ મુકવા કરાઈ રજુઅત : વીજઅધિકારીઓના કાન આમળવા પણ વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ-ગાગોદર દ્વારા મુખ્યમંત્રી સ્વાગત ફરીયાદ નીવારણ કાર્યક્રમ તળે કરેલી અરજી બાદ કર્યો પુનરોચ્ચાર

 

ગાંધીધામઃ જિલ્લાના ૧૦ તાલુકામાં ૧ લાખથી વધારે ગૌચર દબાણ કરી મોટા ભાગની માટી ખોદી માટી મોરબી, વાંકાનેર વેચવામાં આવી રહી હોવાની ફરીયાદ કરાઈ છે. વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદરના નેજા હેઠળ અપાયેલી અરજી અને તે પછી મુખ્યમંત્રી સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં પણ અપાયેલી અરજીમાં જણાવ્યા અનુસાર ર૦૧૬ થી ર૦૧૮ સુધી ૧૦ હજાર કરોડની માટી ચોરી કરવામાં આવી છે. માટી-રેતીચોરી ખાસ કરીને ગાગોદર, આડેસર, કાનમેર, માખેલ, પલાસવા, ભીમાસર, બન્ની, તથા સણવા, હમીરપર, ફતેહગઢ, સહિતના સીમાડાઓમાથી કરવામાં આવતી હોવાનું મનાઈ રહ્યુ છે. તો વળી આ રેતી-માટીની ધુમ તસ્કરી અને ચોરીમાં કચ્છના મોટાં માથા આડેસરથી મોરબી, મોરબીના મુકેશ તથા રાજુ કચ્છના રાપર ભચાઉનું હેન્ડલીંગ કરે છે તેવુ પણ અરજીમાં જણાવાયુ છે. આ સંદર્ભની અરજીમાં હાલ ૦પ-ર૦૧૮ના મુખ્યમંત્ર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તળે પણ કરાઈ છે. જેમા કલેકટર મારફતે તા.ર૮-૦૬-૧૮ના કચ્છ જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ કલેકટરની હાજરીમાં રાખેલ અને મને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તે સમયે અરજદારને જવાબ સંતોષકારક મળ્યો હતો પરંતુ છતાય માટી ચોરી તેની ત્રણ ઘણી વધી જવા પામી ગઈ હોવાનુ મનાય છે. આજની તારીખે ગામમાં ગોમરમાં કાયમની ૪૦ ગાડી રાજુની આડેસર મુકેશ મોરબીનાઓની છે. છતા કલેકટર ધ્યાન નથી આપતા અને ભીમાસરમાં મહેનતું અને અનુભવી નાયબ કાર્યપાલક ઈજનેર મુકવા તથા જુનીયર ઈજનેર પણ મહેનતું મુકવા અને સ્ટાફ ઓછો છે.
નિયમ મુજબ મુકવો જેથી ૭ ગામોને પુરતી ર૪ કલાક જયોતી ગ્રામ વીજળી મળી શકે. ગાગોદર ગામ રાપર તાલુકા વીજબીલ ભરવામાં પહેલો નંબર ૩૦ વર્ષનો રેકર્ડ છે. પરંતુ છેલ્લા ૧ વર્ષથી ગામની મજા બગાડી દીધી છે.છેલ્લા ૧ર મહિનામાં ૪૦ થી પ૦ વખત અલગ અલગ જીલ્લા માં સ્કોડવાળા મોકલાતા અને ખોટા ગરીબ માણસ ખીચડી ખાવા નથી કાચી ઝુંપડી વાળા ૮ર૦૦૦ વિધુર ગરીબને ૪૦૦૦ બીલ જે બીલ લખી ગયો રીપોર્ટ કરેલ છતાં ઉતારેલ નહી જેથી સ્કોડવાળા ૧૮૦૦૦ બીલ બનાવ્યા અને પરીવાર પર કેશ કર્યા અમુક વ્યક્તિ બહાર ગામ રહતા જેમના નામે મકાન કે લાઈટ પરંતુ સાચાબોલ તેમને ૭ થી ૧૦ હજાર બીલ.અને આમ પુરતી લાઈટ નહીં જેથી અરજદારે સીએમ કક્ષાએ કરેલી ફરીયાદમાં જણાવ્યા અનુસાર જુનીયર ઈજનેર તથા નાયબ કાર્યપાલક ઈજનેર તા.રાપર વાડી વિસ્તારમાં લાઈટની ચોરીમાં લાખો રૂપીયા કમાયા અને રોજની હજારોની આવક તેમના ઘરે સીબીઆઈ દરોડા પાડે આવા અધિકારીઓ બદલવા જેથી ગ્રામજનોને રાહતા થાય તેમ વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદરના પ્રમુખ ભરવાડ ધારાભાઈ કલાભાઈની યાદીમાં જણાવાયું છે.