વાગડમાં પ હળવા કંપનો અનુભવાયા

ભુજ : પાછલા એકાદ પખવાડીયાથી વાગડ વિસ્તારની ધરા અશાંત બનતા કંપનોનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ઉપરા-છાપરી આવી રહેલા કંપનોના લીધે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે ફરી પ હળવા કંપનોને વાગડને ધ્રુજાવ્યું હતું.
સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ ભચાઉ, રાપર તેમજ ધોળાવીરા નજીક અનુક્રમે ૧.૪, ૧.૦, ૧.૦, ૧.ર અને ૧.૬ની તીવ્રતાના કંપનો અનુભવાયા હતા.