વાગડમાંથી મેઘરાજાએ કર્યા મંડાણ : રાપર – આડેસર પંથકમાં અંદાજે ૧ ઈંચ મહેર

આડેસરથી આધોઈ સુધીના પંથકમાં જોરદાર ઝાપટાથી પાણી વહી નિકળ્યાં : કચ્છમાં હળવા- મધ્યમ વરસાદની આગાહી : ગાંધીધામમાં પણ વરસાદી માહોલ

 

આગામી ૧૯-ર૦ના કચ્છ-સોરાષ્ટ્રમાં વરસાદની આગાહી : જયંત સરકાર
બગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રીય થતા ફરીથી રાજયમાં સારો વરસાદ : અત્યાર સુધી રાજયમાં સિઝનનો પ૭ ટકા વરસાદ પડયો
ગાંધીનગર : રાજયના હવામાનવિભાગના જયંત સરકાર દ્વારા આજ રોજ નીવેદન આપી અને કહેવાયુ છે કે, આગામી ૧૯મી અને ર૦મીના રોજ કચ્છ-સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાંનવી સિસ્ટમ સક્રીય થઈ હોવાથી ગુજરાતમાં બીજા રાઉન્ડમાં સારો વરસાદ વરસ્યો છેે.આવતીકાલે દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામા આવી છે. ઉત્તર ગુજરાતમાં આગામી ર૪ કલાક ભારે મનાઈ રહ્યા છે.

 

 

ભુજ : કચ્છમાં મેઘમય માહોલ વચ્ચે જિલ્લાના પ્રવેશદ્વાર સમા આડેસરમાં જોરદાર ઝાપટુ વરસતા પાણી વહી નિકળ્યા હતા. આજે વહેલી સવારથી આકાશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીએ જોર પકડયું હતું કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર, રાપર, કલ્યાણપર, ચિત્રોડ, ખીરઇ, નીલપર સહીતના લગભગ ગામે વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે,જોત જોતામાં શહેરના મુખ્ય માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા અને અંદાજે એકાદ ઈંચની મહેર વરશી હોવાનું જાણવા મળ્યું હતું. ચોમાસા દરમિયાન વાવેતર થયું છે તેવા પાક ને જીવતદાન મળ્યું હતું.
શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, તેને પણ એક સપ્તાહ થઈ ગયો ત્યારે આજે કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પંથકમાં મેઘરાજાએ દસ્તક દીધી હતી. આડેસર ઉપરાંત માખેલ, ભંગેરા, સણવા, બાંભણસર સહિતના ગામડાઓમાં બપોરે ખાસુ ઝાપટુ વરસ્યું હતું. કચ્છ ઉદયના પ્રતિનિધિએ આપેલી માહિતી મુજબ બપોરે સાડા બાર વાગ્યાથી એકાદ વાગ્યા સુધી વરસાદી ઝાપટા વરસ્યા હતા, તો વાગડના ભચાઉ તાલુકામાં પણ બપોરે ૧ વાગ્યાના અરસામાં જોરદાર ઝાપટા વરસ્યા હતા, જેમાં આધોઈ, સામખિયાળી, લાકડિયા, ઘરાણા સહિતના પંથકમાં વરસાદી ઝાપટાથી પાણી વહી નિકળ્યા હતા. તો વાગડના મુખ્ય મથક રાપરમાં પણ ઝરમરિયો વરસાદ થવાનું જાણવા મળ્યું હતું.
કચ્છમાં મેઘાના મંડાણ થવાના સમાચારથી કચ્છીઓમાં નવી આશા જાગી છે, આ અંગે ગુજરાત હવામાન વિભાગના વડા જયંત સરકાર સાથે વાત કરતાં તેમણે કચ્છ ઉદયને જણાવ્યું હતું કે, આજે કચ્છમાં વરસાદ થવાની શકયતા દેખાઈ રહી છે, જે રીતની સિસ્ટમ ડેવલોપ થઈ છે તે જોતા આગામી ર૪ કલાક સુધી સારો વરસાદ થઈ શકે છે તેવું ઉમેર્યું હતું.