‘વાગડ’ના વેચાઉ માલે ફરી પોત પ્રકાશ્યંુઃ માંડવી કોંગ્રેસમાં ભંગાણ પછવાડે ભેદભરમ

ભાજપની બોડી વાડી પંચાયતમા પ્રમુખપદે રહેલા કોગી મહીલા અગ્રણી સહિત ચાર સભ્યોએ ખેશ પહેરવા પાછળ કઈ ગોઠવણ કામ કરી ગઈ? કચ્છ જિલ્લાને કોંગ્રેસ મુકત બનાવવાની ભાજપની મહેનત-વ્યાયામને હળવી કરનારા વાગડના વેચાઉ માલ સામે અંગુલીનિર્દેશ

પાછલા બારણેથી ધંધાકીય હિતો સાચવવાને માત્ર જ કચ્છમાં જેના કાર્યકાળમા કોંગ્રેસનુ ધનોતપનોત વળી ગયુ અને ઠેર-ઠેર કોંગ્રેસનુ નામુ નખાવી દેનારા શખ્સે જ માંડવીમાં ખેલયા ભેદી ખેલ : વિધાનસભાની માંડવીની કોંગ્રેસમાંથી ટીકીટ જોઈતી હતી ત્યારે કોગ્રેસમાં લાવી નામ પુરતા ગોઠવી દીધા હવે ટીકીટ તો કપાઈ ગઈ, અન્ય પણ કયાંય તક ન સાંપડતા હવે બે હાથમા લાડુ રાખવા ખેલ ખેલ્યો હોવાની ચર્ચા

ભાજ૫-કોંગ્રેસ ન કરી શકયા પણ આ વેચાઉ માલ કચ્છને જરૂરથી કરી નાખશે કોંગ્રેસ મુક્ત : પક્ષને નુકસાન પહોચાડનારાને ખૂલ્લો પાડો

 

સહકારી મંડળીના ભોપાળાની ધમકી કામ કરી ગઈ?
ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા શામ-દામ-દંડ-ભેદની રીતીનીતીઓ અપનાવી અને ઠેરં-ઠેર સત્તાના સુત્રો સભાવાના હથકડાઓ સમયાંતર બહાર આવતા જ રહ્યા છે. હાલમા માંડવીમાં પણ તાલુકા પંચાયત આમ તો ભાજપના હસ્તે જ રહેલી છે ત્યારે બીજીતરફ હવે જે પ્રમુખ કોંગ્રેસના હતા તેઓએ પણ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આવામા કહેવાય છે કે, કેસરીયાપક્ષ દ્વારા જેઓને કોંગ્રેસમાં લાવવામા આવ્યા છે તેઓ સહકારીમંડળી ધરાવી રહ્યા હેાવાનુ મનાય છે અને તે મંડળીમા કેટલીક ગેરરીતીઓ થઈ હેાવાની સીધી કે પરોક્ષ રીતે ધમકીઓ આપવામા આવી હોવાનુ મનાય છે જેમા માડવી પટ્ટાના પૂર્વ ધારાસભ્ય દ્વારા પ્રેસર ટેકનીક અપનાવી અને ગેાઠવણ કરાવી હોવાનુ મનાય છે.

 

ઘેલમાં આવેલ ભાજપ રહે સાવધ આ ‘પાંચાળ ટોળકી’ કોઈની નથી થઈઃ ‘હરખાવતા’ પણ ‘રોવળાવી’ જશે.!
માંડવી-મુંદરામાં વિધાસનભામાં ભાજપ આવ્યુ, રાજયમંત્રી પદ મળ્યુ તે વખતે પણ તાલુકા પંચાયત કોગ્રેસની બની ગઈ હતી..કોના પ્રતાપે..ભાજપને હસતા..હસતા..રડવા જેવી નોબત સર્જાઈ હતી..? આ જ પાંચ ટોળકીના સભ્યો હતા પડદા પાછળ.? કેડીસીસીમાં પણ વોટીંગ વખતે તોડફોડના ખેલ ગઢપટ્ટાના એક પૂર્વ્‌ ધારાસભ્ય અને વાગડના વેચાઉ માલે જ ગોઠવણથી કરી હતી..?
ગાંધીધામ : માંડવીના રાજકારણમાં ઉથલપાથલો સામાન્ય બની જવા પામી ગઈ છે. વાગડમાં પક્ષનુ નામુ નાખી દીધા બાદ અને વાગડમા કયાય પક્ષને માટે મીર ન મારી શકરનાર વેચાઉ માલ જયારથી માંડવીમા બીસ્તરા પોટલા લઈને પડયો પાથર્યો રહ્યો ત્યારથી જ વીશેષ ઉથલપાથલો થઈ રહી છે. પરંતુ આ બધાયના કેન્દ્રમા પક્ષ કે મતદારો નથી માત્ર અને માત્ર આ ધંધાકીય વેચાઉ માલના અંગત હિતો જ રહ્યા હોવાની ચર્ચા થાય છે. હાલમા પણ ભાજપ દ્વારા જે રીતે કોગ્રેસમાં ભંગાણ પાડવામા આવ્યો હોવાનો ખોખારો ખવાઈ રહ્યો છે તેમા પણ રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે, આ તમામ ભેદી ગોઠવણો પાછળ અહીની પાંચાળ ટોળકી જ કારણભુત છે. અને આ પાંચળ ટોળકીથી સાવધ બનવાની જરૂરી છે. આ પાંચળ ટોકળીના સદસ્યોને કોઈ પણ પ્રકારના પક્ષથી કોઈ જ નાવા નિચોવાનુ હોતુ નથી. તેઓને માત્ર અને માત્ર પોતાના જ ઉલલુ સિધા કરાવાનુ હોય છે. તેના દાખલાઓ પણ અહી મોજુદ રહેલા છે. પૂર્વ ધારાસભ્ય,વાગડનો વેચાઉમાલ, સહિતનાઓનો આ ટોળકીમા સમાવેશ હોવાનુ મનાય છે. જયારે માંડવી-મુંદરામા ભાજપના ધારાસભ્ય આ પહેલા આવ્યા અને રાજયમંત્રી પદનુ ગૌરવ પ્રાપ્ત થયુ તે વખતે પણ તાલુકા પંચાયત ભાજપની અહી રહેવા પામી શકી ન હતી. એટલે તે વખતે ભાજપના ધારાસભ્યને હરખાવતા હરખાવતા પણ રોવડાવી દેવાયા હતા જેની પાછળ પણ આ પાંચાળ ટોકળી જ કારણભુત હતી. એટલે હાલમા પણ આ બાબતે બહુ હરખાવવાના બદલે આ પાંચાળ ટોકળીથી સાવધ રહેવાય તે જ સમયનો તકાજો બની જવા પામી રહ્યો છે.

 

કચ્છ કોગ્રેસના રણનીતીકારો ચેતે
માંડવીવાળો જ રેલો ભુજ સુધરાઈમાં ન આવે..!
ગાંધીધામ : કચ્છમા કોંગ્રેસ પક્ષ આમ તો નામ પુરતુ જ રહ્યુ હોય તેવી અવસ્થામા આવી જવા પામ્યુ છે. ભાજપ દ્વારા આયજનબદ્ધ રીતે એક પછી એક કાંગરાઓ ખેરવવામા આવી રહયા છે ત્યારે માંડવી તાલુકા પચાયતમા પણ કોગ્રેસના પ્રમુખ સહિતના ચાર સભ્યો ભાજપમા જોડાઈ ગયા છે અને વધુ ઉમેરાવાના એંધાણ દેખાવવા પામી રહ્યા છે ત્યારે જો હજુય ચેતવામા નહી આવે તો કેહવાય છે કે માંડવી તાલુકા પંચાયતવાળો રેલો કોંગ્રેસને ભુજ સુધરાઈમા પણ દઝાડી જાય તેમ છે. વાગડના વેચાઉ માલની સાથે સીધી કે પરોક્ષ રીતે જોડાયેલાઓ અથવા તો વિધાનસભાની ચૂંટણીમા જેઓના વોર્ડમાથી કોંગ્રેસને આંગળીના વેેઢે ગણી શકાય તેટલા જ મતો મળ્યા હતા તથા ખુદ કોગ્રેસના ધારાસભ્યપદના ઉમેદવારોએ જેઓની બળવાખોરો તરીકેની નામજોગ ફીરયાદ કરી હોવાનુ મનાય છે તેવા ભાઈના મોટાભાઈઓ બની બેઠેલાઓ પણ ભાજપમા કુદાવી જાય તો નવી નવાઈ નહી કહેવાય.

 

 

ગાંધીધામ : રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત અને દુશ્મન નથી હોતા તે ઉકિત તો જાણીતી બનેલી છે પરંતુ કચ્છના બંદરીયા એવા માંડવી તાલુકામાં તો પાંચાળ ટોળકીને માટે તો એક નવી જ ચકચાર ઉઠવા પામી રહી છે. આ ટોળકીને તો માત્ર અને માત્ર પોતાના ધંધાકીય હિતો સાચવવા પુરતો જ હરહમેશા રસ રહ્યો છે. પક્ષ,પ્રજાજનો, મતદારોનુ તો જે થવાનુ હોય તે થાય બસ આ તત્વોનુ તરભાણુ ભરાવવુ જોઈએ તેટલા પુરતો જ રસ આ ટોળકીને રહ્યો હોવાની ચર્ચા થવા પામી રહી છે.
તાજેતરમા જ માંડવી તાલુકા પંચાયતમા પણ કોંગ્રેસના પ્રમુખ સહિત ચાર સભ્યોએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો અને તેના પગલે જ હવે અહીના સ્થાનીકથી માંડી અને જિલ્લાકક્ષાના રાજકીય બેડામા ચર્ચાઓનો દોર શરૂ થવા પામી ગયુ છે. આમ તો માંડવીમાં આ પ્રકારે થયેલ ઉથલપાથલ પાછળ કોગ્રેસના વાગડના વેચાઉ માલની સામે જ સીધો અંગુલીનિર્દેશ થવા પામી રહ્યો છે. કહેવાય છે કે, વાગડના વેચાઉ માલ દ્વારા જ માંડવી-મુંદરા વિધાનસભા બેઠક પર પોતાની દાવેદારી નોધાવવા પામી હતી અને તે વખતે પોતાનુ વર્ચસ્વ દેખાડવાને માટે તાલુકા પંચાયતમાં મુરતીયાઓને લાવ્યા હતા. હાલમાં તેઓને ટીકીટ તો પક્ષે આપી જ નહી ઉપરાંત પણ હાંસીયામા જ ધકેલાયેલી અવસ્થામા રહયા હોય તેવો તાલ બની જવા પામતા બે હાથમા લાડુ રાખવાના તાલે વાગડના આ વેચાઉ માલ દ્વારા જ પાછલા બારણેથી ગોઠવણીઓ કરાઈ હોવાની ચર્ચા થવા પામી રહી છે.
ભાજપની બોડી વાડી પંચાયતમા પ્રમુખપદે રહેલા કોગી મહીલા અગ્રણી સહિત ચાર સભ્યોએ ખેશ પહેરવા પાછળ કઈ ગોઠવણ કામ કરી ગઈ? તેવી ચર્ચાઓ શરૂ થવા પામી છે. કચ્છ જિલ્લાને કોંગ્રેસ મુકત બનાવવાની ભાજપની મહેનત-વ્યાયામને હળવી કરનારા વાગડના વેચાઉ માલ સામે જ સીધો અંગુલીનિર્દેશ થવા પામ્યો છે. આ તરફ વાગડના અને ભચાઉના ખરાલોકસેવક એવા મોભીને સારૂ લગાડવા તથા બીજીતરફ તે બહાને પક્ષને પણ પોતાની ખોટી તાકાત દેખાડવાના બહાને આ પ્રકારના ફેરફારોની ગોઠવણ કરાવી હોવાની ચર્ચા ઉઠવા પામી રહી છે. ખેર જે હોય તે પણ ભાજપના કોગ્રેસ મુકત કચ્છ અભિયાનને વાગડના આ વેચાઉ માલ જેવાઓની મદદથી વધુને વધુ બળ મળવા પામી રહ્યુ છે. અને આ પ્રકારના ફેરબદલ થવાથી જયા ભાજપની ૧૧-૯નુ ચિત્ર અહી ઘડાયેલુ હતુ ત્યા હવે ૧૩-૭નુ ચિત્ર સર્જાઈ જવા પામી ગયુ છે અને આગામ દીવસોમા કોંગ્રેસના વધુ સાત સભ્યો પણ કોંગ્રેસમાથી ભાજપનો ખેસ ધારણ કરી લે તો નવી નવાઈ નહી કહેવાય.