વાઇબ્રન્ટ ગુજરાત ! : એક એવું ગામ જ્યાં સ્મશાનની સુવિધા ૫ણ નથી

અમદાવાદ : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામની. આ ગામની હાલત એવી છે કે આ ગામ ગુજરાતનું ગામ છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કારણકે આ ગામમાં પાયાની કહી શકાય તેવી સુવિધાઓ પણ મળવી મુશ્કેલ છે. ગામ લોકોની હાલત એવી છેકે ધારીથી ૧૮ કિલોમીટર દૂર હોવા છતા આ ગામની દુવિધાને દૂર કરાઇ રહી નથી.આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું મીઠાપુર ગામ. ગામની ૨ હજારની વસતિ છે. પરંતુ ગામમાં સુવિધાના અભાવે મીંડુ છે. રસ્તાના કોઇ ઠેકાણા નથી. બસ સ્ટેન્ડની હાલત જર્જરીત છે. હોસ્પિટલ જેવી તો કોઇ સુવિધા જ નથી. પરંતુ સ્મશાન જેવી પણ કોઇ સુવિધા નથી. જેના કારણે લોકોને ખુલ્લી જગ્યામાં જ લોકોને અંતિમ સંસ્કાર કરવા મજબૂર બનવું પડી રહ્યુ છે.ધારી તાલુકાના મીઠાપુર ગામના લોકોની હાલત એવી દયનીય છે કે તેઓએ ચૂંટણી સમયે પોતાની અનેક રજૂઆતો કરી. લોકોને વચનો પણ અપાયા કે ગામની તકલીફોને દૂર કરાશે. પરંતુ આ ગામને પાયાની કહી શકાય તેવી સુવિધા પણ નથી મળી રહી. ત્યારે મીઠાપુરના લોકોની આ વેદનાને ક્યારે દૂર કરાશે. તેવો પ્રશ્ન હવે ઉઠી રહ્યો છે.