વાંકુમાં પરિણીતાએ દવા પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ

નલિયા : અબડાસા તાલુકાના વાંકુ ગામે રહેતી પરિણીતા ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વાંકુ ગામે રહેતી રૂકશાનાબેન અનવર હુશેન સમેજા (ઉ.વ.ર૮)એ ગતરાત્રીના નવ વાગ્યે કોઈ અગમ્ય કારણોસર મગફળીમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેની ઝેરી અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. દસ વર્ષનો લગ્નગાળો ધરાવતી સાસુ-સસરાથી અલગ રહેતી પરિણીતાએ કેવા કારણે દવા પીધી હશે તે જાણવા પોલીસે જાણવા જોગ નોંધ કરી હેડ કોન્સટેબલ પ્રધ્યુમનસિંહ ગોહિલે તપાસ હાથ ધરેલાનું પીએસઓ ધેવચંદ મોરીયાએ જણાવ્યું હતું.