વવારમાં દારૂ કેસનો ભાગેડુ પકડાયો

તડીપાર કરાયેલો હોવા છતાં પરત આવતાં વધુ એક ગુનો નોંધાયો

મુન્દ્રા : તાલુકાના વવાર ગામે રહેતા અને દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીએ પ્રાંંત અધિકારીના હુકમનો ભંગ કરતા તેના સામે વધુ એક ગુનો નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રામ ઉર્ફે મોજ કરશન ગઢવી (ઉ.વ.૩પ) પર દારૂનો કેસ નોંધાયો હતો, જે ગુનામાં નાસતો ફરતો હોઈ તેને વવાર ગામેથી પકડી પાડ્યો હતો. આરોપી રામ ઉર્ફે મોજ ગઢવીને મુન્દ્રાના પ્રાંત અધિકારીએ દારૂના વિવિવિધ ગુનાઓમાં તડીપાર કર્યો હતો, પરંતુ મુદ્દત પૂર્ણ થયા વગર પરત આવી જતા તેના સામે બીપી એક્ટ કલમ ૧૪ર હેઠળ વધુ એક ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં મુન્દ્રા પીઆઈ એમ.એન. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સહાયક ફોજદાર પ્રદીપસિંહ ઝાલા, નારાણભાઈ રાઠોડ, ખોડુભા ચૂડાસમા, વાલાભાઈ ગોપાલ વગેરે જોડાયા હતા.