વર્ષ ૨૦૨૦ સુધીમાં અણુશસ્ત્રોનો નાશ કરે ઉ.કોરિયા : અમેરિકા

ન્યુયોર્ક : અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા આગામી અઢી વર્ષમાં મોટા પ્રમાણમાં નિઃશસ્ત્રીકરણ કરી બતાવે. દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન અમેરિકન વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોએ જણાવ્યું કે ઉત્તર કોરિયા સાથે ‘એક મોટી ડીલ પર કામ થવાનું હજુ બાકી’ છે. તેમણે ઉમેર્યું, “મોટા પ્રમાણમાં નિઃશસ્ત્રીકરણ… અમને આશા છે કે આ લક્ષ્?યને અઢી વર્ષમાં હાંસલ કરી શકાય એમ છે.” નિઃશસ્ત્રીકરણ માટે સહમતી અમેરિકન વિદેશપ્રધાનની આ ટીપ્પણી સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની મુલાકાતના એક દિવસ બાદ આવી છે.