વર્ધમાનનનગરે કલ્પસૂત્ર વાજતે-ગાજતે પધરાવાયું

વર્ધમાનનગર : જૈનોનાં મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની કચ્છમાં ધાર્મિક આરાધનાઓ સાથે ભાવભેર ઉજવણી થઇ રહી છે ત્યારે વર્ધમાનનગરે પરમપૂજ્ય આચાર્ય ભગવંત કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભપાવન નિશ્રામાં પર્વની ઉજવણી ધાર્મિક આરાધનાઓ સાથે રહી છે.
કલ્પસૂત્ર વાજતે-ગાજતે ચંદનબેન લખમશી લાપસીયાનાં ઘરે પધરાવવામાં આવ્યું હતું. ચિંતલભાઇ વોરા, મહેશ લાપસીયા, કિશોરભાઇ સાંયા, અનીલ લાપસીયા, સંજય મૈશેરી, દિપક લાલન, નીમેશ શાહ, હરીશ લોડાયા, ભુપેશ શાહ, હિરેન પોલડીયા, પંકજ શાહ તથા શ્રાવક-શ્રાવિકાઓ કલ્પસૂત્ર શોભાયત્રામાં જાેડાયા હતા. ઢોલ-શરણાઇનાં સૂરો સાથે શ્રાવિકાઓએ રાસની રમઝટ જમાવી હતી. કલ્યાણજીભાઇ ડાઘા, પ્રબોધ મુનવર, હીરાચંદ છેડા, મહેન્દ્ર લોડાયા, પંકજ નાગડા, અનીલ ડાઘા, દિલીપ મોતા, મુલચંદ મુનવર, ઝવેરચંદ ખોના, હર્ષ છેડા, અભય ધરમશીએ પંખાવાજની રમઝટ બોલાવી હતી. રાત્રિ ભાવનામાં પાર્શ્વકલા મહિલા મંડળે સ્તવનોની રમઝટ જમાવી હતી.