વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ અંગત કારણોસર કચ્છ જિલ્લા કોંગ્રેસ કોર કમિટીના સભ્ય તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક તથા ક્રિયાશીલ સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ કચ્છ જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની કમાન્ડ સંભાળી હતી. તેઓએ પાંચ વર્ષ સુધી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ખજાનચી તરીકે સેવા આપી હતી. ર વર્ષ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા રહ્યા હતા, તો ૧૦ વર્ષ સુધી ભુજ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે કાર્યરત રહ્યા હતા.