વરાડિયામાં પત્તા ટીચતા પાંચ ખેલીઓ પોલીસના પિંજરે પુરાયા

નલિયા : અબડાસા તાલુકાના વરાડિયા ગામે ઘરના આંગણામાં પત્તા ટિચતા પાંચ જુગારીઓને ૧૩,૯૦૦ની રોકડ સાથે ધરબોચી લીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વરાડિયા ગામે રહેતા ગોવિંદ દેવા સીજુ પોતાના અંગત ફાયદા સારૂ બહારથી ખેલીઓને બોલાવી પોતાના ઘરના આંગણામાં હારજીતનો જુગાર રમી રમાડતો હોવાની બાતમી આધારે કોઠારા પોલીસે રાત્રીના રઃ૩૦ કલાકે છાપો મારતા તીનપત્તીનો જુગાર રમતા ગોવિંદ દેવા સીજુ, સુલેમાન હસણ મંધરા, મજીદ સુમાર ભઠ્ઠી, અબ્દુલ્લ કરીમ બકાલી, ઈસાક મામદ મંધરા (રહે. તમામ વરાડિયા)ને રોકડા રૂપિયા ૧૩,૯૦૦ સાથે પકડી પાડી હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રભાઈ ગઢવીએ તમામ આરોપીઓ સામે જુગાર ધારા કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.