વરસામેડી સીમમાં આવેલી જમીનને વેચી મારવા ચાર શખ્સો સામે ફોજદારી

અંજાર : તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલી જમીનના વારસદારનું વારસાઈમાં નામ નહીં દર્શાવી બારોબાર વેંચી મારતા ચાર આરોપીઓ સામે ગુનો નોંધાવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જ્યોતિબેન વિરડા (આહિર) (ઉ.વ. ર૪) (રહે ગોકુળધામ, નાની ચીરઈ તા. ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, જમીન કૌભાંડનો બનાવ ર૦-૪-૧૭થી ૧૮-૬-૧૮ દરમ્યાન અંજાર મધ્યે બનવા પામ્યો હતો. તેણીના દાદાની વરસામેડી ગામની સીમમાં આવેલી સર્વે નંબર પર૯ વાળી જમીનમાં તેણી સિધી લીટીના વારસદાર હોઈ આરોપીઓ કૌશિક ખેતશી બરારિયા, મેહુલ ખેતશી બરારિયા, દક્ષાબેન ખેતશી બરારિયા, અલ્પાબેન ખેતશી બરારિયા (આહિર) (રહે તમામ ગુરૂકૃપા સોસાયટી, શાન્તિધામ, વરસામેડી, તા. અંજાર)એ ખોટુ સોગંદનામું બનાવી અને તેણીને વારસદાર નહીં હોવાનું જણાવી જમીનને બારોબાર વેેંચી મારતા અંજાર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી પીએસઆઈ જે.જે. જાડેજાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ સુરેન્દ્ર યાદવે જણાવ્યું હતું.