વરસામેડી પાસે પડી જવાથી આધેડનું મોત

અંજાર : તાલુકાના વરસામેડી નજીક આવેલ કંપનીના કવાટર્સ નજીક પડી જવાથી આધેડનું મોત થવા પામ્યું હતું. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વેલસ્પન કંપનીના કવાટર્સ નજીક અચાનક પડી જતા વિજયકુમાર નામના આધેડનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે અંજાર પોલીસનો સંપર્ક સાધતા આવો કોઈ બનાવ પોલીસ ચોપડે ચડેલ ન હોવાનું જણાવ્યું હતું.