વરસામેડી જમીન કૌભાંડમાં તત્કાલિન કલેકટર સહિતનાઓ સામે ફોજદારી

અંજાર : તાલુકાના વરસામેડી ગામે જમીન પચાવી પાડવા કિસ્સામાં તત્કાલીન કલેકટર સહિતનાઓ સામે પોલીસ મથકે ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મોહનલાલ કરશન ઉર્ફે કેશવજી સોરઠિયા (રહે આદિપુર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, તેઓના પિતા કરશનભાઈ સોરઠિયાની વરસામેડી સીમમાં સર્વે નંબ ૬પ૪/ર વાળી જમીન હતી. જે જમીન તેઓની પિતાના મોતા પાંચ વર્ષ બાદ પચાવી પાડવામાં આવી હતી. તેઓને કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કોર્ટે ૧પ૬(૩) હેઠળ ગુનો નોંધવા આદેશ કરતા અંજાર પોલીસે ૧૪-૧૧-ર૦૦પમાં બનેલ જમીન કૌભાંડ સંદર્ભે સુરેન્દ્રસિંહ દિલાવરસિંહ જાડેજા વર્ષ ર૦૦પના સર્કલ ઈન્સ્પેકટર અંજાર, સલીમ કાસમ સૈયદ, હમીદ હુશેનચંગલ, એ.એમ. પટેલ, તત્કાલિન મામલતદાર અંજાર, આર.આર. વરસાણી, તત્કાલિન કલેકટર તથા વેલસ્પન સ્ટીલ ઈÂન્ડયા લિમિટેડના જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ ખોટા દસ્તાવેજ બનાવી કિંમતી જામીનગીરી બનાવી ખોટા અને બનાવટી દસ્તાવેજાનો ખરા તરીકે ઉપયોગ કરી આ જમીન કંપનીને આપી તેઓ સાથે ઠગાઈ કરતા આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧ર૦બી હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.આર. ગોઢાણિયાએ તપાસ હાથ ધરેલ.