વરસામેડીમાં વરસાદને પગલે ટેક્સટાઈલ કંપનીમાં દીવાલ ધસી પડતા બે યુવાનોનું મોત

SSUCv3H4sIAAAAAAAEAJ2RTW7DIBCF95V6B4u1LfmHxKRXiboYA3ZGcUwFOFUU+e4FY6RZd8f7HjPMG96fH0XBBnAo2VfxjiponOfVeQsezRJwUx5cK/TGIswB1pFtu8OcB7867WKLA0nwegp3Ezzq8zvXpIts7GaoCBZjJWFuHXaW0Vb+uzIdvnMUmPQiX/vAJIjVs4YU5Jqusvuv1/ZBoz1RaUM0rAoNSfk0EuZY0JHOPxYlLhMpM/6mLd1YWLl5ELAYv09yBGMqrDTKpmv6pq/55dSd+lb0HWf5G4y8o6Kzpp+5YbDsi3BUsZNsOR+FPlcga17x8ygqMYxDVWuoRdO2YycuYYPbH2PIbxcmAgAA

ગાંધીધામમાં રસોઈ બનાવતા દાઝી ગયેલી વૃદ્ધાનું મોત

અંજાર : ગત સાંજે કચ્છના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં અંજારના વરસામેડીની સીમમાં આવેલ લાબા ટેક્સટાઈલ કંપનીમાં વરસાદને કારણે દીવાલ ધસી પડતા તેની નીચે દબાઈ જનાર બે યુવાનોનું મોત નિપજ્યું હતું તો ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તારમાં રસોઈ બનાવતા દાઝી ગયેલી વૃદ્ધાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ અંજાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સાંજે તોફાની પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે અનેક નુકસાનીઓ થઈ હતી. ઠેર-ઠેર કંપનીઓમાં પતરા ઉડી ગયા હતા તો ઝુપડાઓ જમીનદોસ્ત થઈ ગયા હતા. દરમિયાન અંજારના વરસામેડીની સીમમાં આવેલ લાબા ટેક્સટાઈલ કંપનીમાં વરસાદને કારણે દીવાલ ધસી પડી હતી. જેમાં કંપનીમાં કારતા દોબી મંડરી શાહ (ઉ.વ. રપ) તેમજ રામસિંઘ જયરત્ગ સુમરાલ (ઉ.વ.ર૩) (રહે. બન્ને લાબા ટેક્સટાઈલ કંપની, વરસામેડી તા. અંજાર)નું મોત નિપજ્યું હતું. બન્ને શ્રમજીવીઓ પર દીવાલ પડતા બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે અંજાર પોલીસને જાણ કરાતા પોલીસે હતભાગીઓના મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત-મોતનો મામલો દર્જ કરતા ઈન્ચાર્જ પીઆઈ જી.બી. માજીરાણાએ આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ગાંધીધામના જુની સુંદરપુરીમાં રહેતા સુશીલાબેન હનુમંત કદમ (ઉ.વ. ૬ર)નું દાઝી જવાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હતભાગી ગત ૧૧મી માર્ચે પોતાના ઘેર રસોઈ બનાવતા હતા તે દરમિયાન દાઝી ગયા હતા. જેઓને પ્રથમ સ્થાનિકે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા દમ તોડ્યો હતો. બનાવને પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે વિધિવત રીતે અકસ્માત-મોતનો ગુનો દાખલ થતા પીએસઆઈ કે.જે.ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.