વરસાદ માટે હજુ રાહ જોવી પડશે

અમદાવાદ : સમય કરતા વહેલા વરસાદની આગાહી વચ્ચે હજુ સુધી શહેરમાં વરસાદ થયો નથી. હજુ બે ત્રણ દિવસ સારો વરસાદ લાવે તેવી કોઇ જ સિસ્ટમ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેથી આગામી અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કોઇ સિસ્ટમ એક્ટિવ થાય તો વરસાદની આશા જાગે તેમ છે. બીજી તરફ, પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેતા લોકોને ગરમીથી કોઇ રાહત મળી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ,અરબી સમુદ્રમાં થોડા સમય પહેલા વરસાદ લાવે તેવી બે વખત સિસ્ટમ ઉભી થઇ હતી. જો કે, સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે તે
પહેલાં જ ફંટાઇ ગઇ હતી ઉપરાંત એક સિસ્ટમ વિખરાઇ ગઇ હતી. જેથી મુંબઇ સુધી વરસાદ પહોંચ્યો હતો પરંતુ અમદાવાદમાં વરસાદ થયો ન હતો. હવે આગામી દિવસોમાં નવી સિસ્ટમ ડેવલપ થાય તો વરસાદનું આગમન થશે. બીજી તરફ, નૈઋત્યના પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી લોકોએ અસહ્ય બફારો સહન કરવો પડી રહ્યો છે.