વરસાદ ખેંચાતા ખેડુતોમાં ઉઠી ચિંતા : રપ૦૦ મેગાવોટ વીજ માંગ વધી

ગાંધીનગર : રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતોમાં ચિંતા ઉઠવા પામી છે જો વરસાદ ન આવે તો ખેડુતોએ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવી ભીતી વ્યક્ત વાવેતર બચાવવા સરકાર સિંચાઈના પાણી આપવા વિચારે તેવી ખેડુતોમાંથી લાગણી ઉઠવા પામી છે.
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કૃષિ પાકોને નુકશાન થવા પામ્યું હતું જેના કારણે ખેડુતોએ ફરી વાવેતર કરવું પડ્યું છે જ્યારે કેટલાક વિસ્તારોમાં અપુરતા વરસાદને કારણે વાવેતર જ થવા પામ્યું નહોતું. રાજ્યમા હવે વરસાદ ખેંચાતા ખેડુતોમાં ચિંતા ઉઠવા પામી છે જો આગામી બે-ચાર દિવસમાં વરસાદ ન થાય તો ખેડુતોનું વાવેતર નિષ્ફળ જવાની ભીતી વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વરસાદ ખેંચાતા ખેડુતોના વાવેતરને બચાવવા રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને સિંચાઈ માટે પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી ખેડુતોમાંથી ઉઠવા પામી છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા કૃષિ ક્ષેત્રે અંદાજે રપ૦૦ મેગાવોટની માંગ વધવા પામી છે.