વરસાદને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ

ગાંધીનગર : ભારે વરસાદને કારણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્રનો બે દિવસનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૧૬ અને ૧૭ જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હતા અને પ્રવાસ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે બેઠક કરી તેમની રજુઆતો સાંભળનાર હતા.પરંતુ હાલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અને આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ હાલ રદ કરવામાં આવ્યો છે.