વરસાદના પાણી આપણી જમીનમાં ઊંડા ઉતરે, પાણીના સ્તર ઉપર આવે, પાણીનો સંગ્રહ આપણી જ સીમમાંથી

રાજય સરકાર દ્વારા ચોમાસા પહેલાં રાજયમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળઅભિયાન હેઠળ જળસંચયના કામો કરવામાં આવે છે. જળસંગ્રહના કામો જેવાં કે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમો, જળાશયો, નહેરો તળાવોના પાળા વગેરે પુનઃજીવીત કરવા તેમજ સાફ સફાઇ કરવી, ખેતતલાવડી, માટીપાળા, ચેકવોલ, વન તળાવ, ટાંકી, સંપ, જળને અવરોધતા બાવળ, ઝાંડી ઝાંખરા દુર કરવા વગેરેના કામો જનભાગીદારથી અથવા સ્વતંત્ર રીતે સંસ્થા, ઉધોગગૃહો, ગ્રામજનો, એપીએમસી વગેરે કરવા ઈચ્છે તો કરી શકે છે. જે સંસ્થાઓ સંપૂર્ણ રીતે પોતાના ખર્ચે કામગીરી કરવા માગે તેમને સહકાર સંપૂર્ણ સહયોગ આપે છે. આવાજ એક ઉમદા જળસંચયની કામગીરી માટે પ્રેરક ઉદાહરણરૂપ જેવું છે અબડાસા તાલુકાનું ખારૂઆ ગામ જયાં સમસ્ત મહાજન મુંબઇ સંસ્થાએ તળાવની કામગીરી કરી છે. વરસાદના પાણી આપણી જમીનમાં ઊંડા ઉતરે, પાણીના સ્તર ઉપર આવે, પાણીનો સંગ્રહ આપણીજ સીમમાં થી ગોચર વિકાસ અને જલસભર તળાવ યોજના  અબડાસા તાલુકાના ખારુઆ ગામે આકાર લઈ રહી છે. ૧૦૦% જનભાગીદારી થી ખારૂઆ ગામે લોકસહયોગથી સાર્થક થશે જળસંગ્રહ…..ખારૂઆ ગામે સમસ્ત મહાજન-મુંબઈસંસ્થાના સહયોગથી ગામની સીમમાં ગોચર જમીનમાં આવેલ ઝેરી બાવળો નો નિકાલ કરવા, ગામનો તળાવ ઊંડો કરવા, તળાવની આવ માં આવતા બાવળોનો નિકાલ કરીને આવને સુધારવામાં આવશે. ગામની સીમમાં આવેલ અન્ય તળાવ,જેમકે ગુમલી-૧, ગુમલી-૨, સાભરાઈ તળાવ, આશાપુરા-૧, આશાપુરા-૨, રાતાટેકરા તળાવ, સૈયારા તળાવ, બેલા-૧,૨,૩,વાંકોલ જર-૧,૨, ખારી શ્રી વગેરે તલાવડીની વાવ વગેરે સરખાં કરીને તળાવને પુન:જીવિત કરવામાં આવશે. કનકાવતી નદીની તેમજ આજુબાજુના તમામ ચોરાઓની પણ સાફસફાઈ કરવામાં આવશે જેથી કરીને પાણીના ટી.ડી.એસ.માં (જે ઝેરી બાવળો ને લીધે ખરાબ થાય છે) સુધારો લાવી શકાય. આ કામગારીનોમુળ હેતુ વરસાદના પાણી આપણી જમીનમાં ઊંડા ઉતરે, પાણીના સ્તર ઉપર આવે, પાણીનો સંગ્રહ આપણીજ સીમમાં થાય એ છે એમ ગ્રામજન વિશાલ ભાઈ કહે છે. વરસતા વરસાદના દોડતા પાણી ચાલતા થાય, ચાલતા પાણી ઊભા રહે,ઊભા રહેલા પાણી જમીનમાં ઊતરતા થાય એ લક્ષ સાથે તળાવો, તલાવડીઓ, ચેકડેમ નું નિર્માણ કરવું એ માટે આગામવાસીઓ પણ આ બાબતે  સારા સુઝાવ આપી શકેછે આ સમગ્ર અભિયાન માટે નવીન નાગડા,દેવાંગ ગઢવી ,નાના ભાડીયા,રાજેશ કોડાય,દેવચંદ ચિયાસર,સુધીર ચિયાસર, તેમજ વિશાલ  ગડા સાથે સહયોગ મળેલ છે. આપણા ગામના અગ્રીમ સૂત્રધાર મોભીશ્રી મહેન્દ્રભાઈ વેરસી ગડા છે.